________________
જિનતત્ત્વ
૧૩૮
અપર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત મનુષ્યો એવા બે ભેદ થતાં ૨૦૨ ભેદ થાય. તેમાં સંમૂર્ચ્છિમ મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં કુલ ૩૦૩ થાય. (સંમૂર્છિમ જીવ અપર્યાપ્ત જ હોય.)
તિર્યંચગતિના જીવોના કુલ ૪૮ ભેદ બતાવવામાં આવે છે. એમાં સ્થાવરના ૨૨ ભેદ, વિકલેન્દ્રિયના ૬ ભેદ અને તિર્યંચ પંચેન્દ્રિયમાં જલચરના ૪, સ્થળચરના ૧૨ તથા ખેચરના ૪ મળીને ૨૦ ભેદ એમ કુલ ૪૮ ભેદ બતાવવામાં આવે છે.
દેવગતિના કુલ ૧૯૮ ભેદ છે. તે આ પ્રમાણે છે : ભુવનપતિના ૨૫, અંત૨ના ૨૬, જ્યોતિષ્કના ૧૦ અને વૈમાનિક દેવના ૩૮ એમ બધા મળીને ૯૯ ભેદ થાય. તે દરેકના અપર્યાપ્ત એવા બે ભેદ કરતાં કુલ ૧૯૮ ભેદ થાય. નારકીના જીવોના ૧૪ ભેદ છે. એમાં સાત નારકીના સાત ભેદ અને તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ ગણીએ તો કુલ ૧૪ ભેદ થાય. આમ, મનુષ્યના ૩૦૩, તિર્યંચના ૪૮, દેવોના ૧૯૮ અને નારકીના ૧૪ એમ બધા મળીને કુલ ૫૬૩ પ્રકારના જીવો છે.
આ જીવોની ઈરિયાવહી સૂત્રમાં બતાવ્યા પ્રમાણે દસ પ્રકારે વિરાધના થાય; અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિઆ, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવોવિયા આમ ૫૬૩ પ્રકારના જીવોની પ્રત્યેકની દસ પ્રકારે વિરાધના ગણતાં ૫૬૩૦ ભેદ થાય. આ વિરાધના રાગથી પણ થાય અને દ્વેષથી પણ થાય. એટલે કે ૫૬૩૦ ૧૧૨૬૦ ભેદ થાય. વળી તે મનથી અથવા વચનથી અથવા કાયાથી એમ ત્રણ યોગે થાય એટલે કે ૧૧૨૬૦ x ૩ = ૩૩૭૮૦ ભેદે થાય.
× ૨ =
‘ઈરિયાવહી’ની વિધિનું મહત્ત્વ જૈન ધર્મમાં એટલું બધું બતાવવામાં આવ્યું છે કે કોઈપણ ધાર્મિક ક્રિયા કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવી જોઈએ. જગતના તમામે તમામ જીવો સાથે કરુણાસભર હૃદયથી ક્ષમાપના અને મૈત્રી કર્યા વિના ધર્મક્રિયા સારી રીતે થઈ ન શકે. એટલા માટે સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન ઈત્યાદિ કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવાનું ફરમાન છે. દુઃખ કે કષ્ટના નિવારણ માટે ૧૦૮ વાર ઈરિયાવહી કરવાની ભલામણ છે.
મહાનિશીથસૂત્રમાં કહ્યું છે :
अर्पाडक्कंताए ईरियावहिआए न कप्पड़ चेव काउं किंचि वि चिइवंदण सज्झायज्झाणाइ अ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org