________________
૧૩૭
ઇરિયાવહી (એર્યાપથિકી) ગુપ્તિના પાલન ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એને અષ્ટ પ્રવચનમાતા પણ કહેવામાં આવે છે. એમાં પાંચ સમિતિમાં સૌથી પ્રથમ સમિતિ તે ઈર્યાસમિતિ છે. સમિતિ એટલે વિવેકપૂર્વકની, યત્નાપૂર્વકની પ્રવૃત્તિ. ઈર્યાસમિતિનું પાલન કરવા માટે સાધુ-સાધ્વીઓએ માર્ગમાં જોઈ- સંભાળીને ચાલવું. સાધુસાધ્વીઓએ અંધારામાં ગમનાગમન કરવાનું હોતું નથી. માણસોની અવરજવરવાળા, સૂર્યપ્રકાશથી પ્રકાશિત થયેલા માર્ગમાં ચાર હાથ આગળ જેટલી ભૂમિ પર નીચે દૃષ્ટિ રાખીને, જીવોની હિંસા ન થાય એ રીતે લક્ષ રાખીને, સાધુ-સાધ્વીઓએ ગમનાગમન કરવાનું હોય છે કે જેથી પોતાને તત્સંબંધી ઓછામાં ઓછો દોષ લાગે.
ઐર્યાપથિકી વિરાધના શરીરની જવાઆવવાની-ગમનાગમની ક્રિયાથી થાય છે. તેમાં જીવોની હિંસા થતી હોવાથી કર્મ બંધાય છે. આ વિરાધના પહેલા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાન સુધી રહેલા જીવોથી થાય છે. એટલે આ વિરાધના શ્રમણ ભગવંતોથી પણ થવાનો સંભવ રહે છે. એટલે ગમનાગમનથી લાગેલાં કર્મ માટે તેઓને ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું હોય છે. એ તેમની સતત જાગૃત દશા સૂચવે છે.
ઈરિયાવહી પ્રતિક્રમણ કાઉસગ્ગ સાથે કરવાનું હોય છે. કાઉસગ્ગ કરતાં પહેલાં વિશુદ્ધિકરણ માટે તથા માયા, નિદાન અને મિથ્યાત્વરૂપી શલ્યથી રહિત થવા માટે “તસ્સ ઉત્તરી' સૂત્ર અને કાઉસગ્ગ માટે અત્ય” સૂત્ર બોલવાનું હોય છે. કાઉસગ્ગ લોગસ્સ સૂત્રનો કરવાનો હોય છે. ત્યાર પછી પ્રગટ લોગસ્સ બોલવાનો હોય છે. આમ, ઈચ્છામિ ખમાસણ, ઈરિયાવહિયા, તસ્ય ઉત્તરી, અન્નત્ય અને લોગસ્સ (કાઉસગ્ગ અને પ્રગટ) મળીને આ વિધિ પૂર્ણ થાય છે.
ઈરિયાવહી સૂત્રમાં જીવોની વિરાધના માટે ક્ષમા માગવામાં આવે છે. આમ તો સમસ્ત ચૌદ રાજલોકમાં સમગ્ર વિશ્વમાં) ચોર્યાસી લાખ પ્રકારની જીવયોનિના અનંતાનંત જીવો છે. સર્વ જીવરાશિની ક્ષમાપના કરવાની છે. પરંતુ આ જીવોનું મુખ્ય વર્ગીકરણ લઈએ તો કુલ પ૬૩ પ્રકારના જીવો ગણાવવામાં આવે છે.
શ્રી શાન્તિસૂરિકત “જીવ વિચાર પ્રકરણમાં અને જીવવિચાર વિશેના અન્ય ગ્રંથોમાં સંસારના સમસ્ત જીવોના જે પ૬૩ પ્રકાર જણાવ્યા છે, તેમાં મનુષ્યના ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે છે : ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના અને પક અંતરદ્વીપના એમ મળીને ૧૦૧ ભેદ થાય. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org