________________
આશાતના અને અંતરાય
થોડા વખત પહેલાં એક મિત્રે કહ્યું, “રમણભાઈ, અમારા એક વડીલ કે જેઓ બંને પગે અપંગ છે એમને એક પવિત્ર દિવસે ભગવાનનાં દર્શન કરવાનો ભાવ થયો. અમે એમને ઊંચકીને ગાડીમાં બેસાડ્યા અને દર્શન કરવા લઈ ગયા. એક દેરાસરે ગયા અને દરવાજા પાસે ગાડી એવી રીતે ઊભી રાખી કે જેથી ગાડીમાં બેઠાં બેઠાં ભગવાનનાં દર્શન થાય. પરંતુ દર્શન ન થયાં, કારણ કે દરવાજામાં ભગવાન આડે કાળું મોટું બોર્ડ હતું. એટલે અમે એમને બીજા દેરાસરે લઈ ગયા તો ત્યાં પણ દરવાજામાં આડું બોર્ડ હતું. ત્રીજા અને ચોથા દેરાસરે પણ એમ જ હતું. તેઓ બહુ નિરાશ થઈ ગયા. પછી અમે એમને સમજાવ્યા, કે દેરાસરની ધજાનાં દર્શન કરો એટલે ભગવાનનાં દર્શન થઈ ગયાં કહેવાય. એમણે ધજાનાં દર્શનથી સંતોષ માન્યો.”
મારા એક મિત્ર શ્રી બિપિનભાઈ જૈને કહ્યું, “કચ્છમાં અણારા નાની ખાખર ગામમાં પહેલાં દેરાસરના દરવાજામાં ભગવાનની આડે કોઈ બોર્ડ નહોતું. બહારથી ઊભાં ઊભાં દર્શન થઈ શકતાં. હવે ત્યાં પણ પાટિયું આવી ગયું છે.”
મેં કહ્યું, “કચ્છમાં ભદ્રેશ્વરના જૂના દેરાસરમાં આંગણામાં ઊભા રહીને અંદર દૂર અમે મહાવીર સ્વામીનાં દર્શન કરતા. દેરાસરની રચના એવી કરી હતી કે ઠેઠ બહાર ઊભેલો માણસ ભગવાનનાં દર્શન કરી શકે.”
એમ કહેવાય છે કે બોર્ડ રાખવાનું કારણ એ છે કે ભગવાનની પ્રતિમા પર ઓછાયો પડે એથી આશાતના થાય અને વળી બહાર નીકળતાં ભક્તોની પૂંઠ થાય એ બીજા પ્રકારની આશાતના થાય. એમ આ બે પ્રકારની આશાતના માટે દેરાસરોના દરવાજા પાસે બોર્ડ રાખવામાં આવે છે. આ ઉપરાંત બીજું કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org