________________
જિનતત્વ
૩૩૮ કહેવાય. ]
जे य कंते पिए भोए लद्धे विप्पिठि कुब्बई ।
साहीणे चयइ भोए से हु चाहि त्ति वुच्चई ।। [ જે માણસ મનોહર, પ્રિય ભોગો પામ્યા છતાં અને તે પોતાને સ્વાધીન હોવા છતાં તેના તરફ પીઠ ફેરવે છે એટલે કે તેનો ત્યાગ કરે છે તે નિશ્ચે ત્યાગી કહેવાય છે. ].
જ્યાં સુધી સંસારનો ભય લાગતો નથી ત્યાં સુધી ભોગવિલાસ ગમે છે. માણસને એ ગમે છે એમાં મુખ્યત્વે મોહનીય કર્મ કાર્ય કરે છે. જ્યાં સુધી મોહનીય કર્મનો પ્રબળ ઉદય હોય અને માણસની આત્મિક જાગૃતિ ન હોય તો સંસાર એને રળિયામણો લાગે છે, બિહામણો નથી લાગતો. સંસારના ભોગવિલાસ તરફ એની દૃષ્ટિ રહે છે અને એની ભોગબુદ્ધિ સતેજ રહે છે. સંસાર એને બિહામણો લાગે, છોડીને ભોગવવા જેવો લાગે ત્યારે જ એની ભોગવૃત્તિ નબળી પડે છે અને ચાલી જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસારમાં કહ્યું છે :”
बिभेषि यदि संसाराद् मोक्षप्रासिं च काङक्षसि ।
तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।। [ જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખે છે, તો ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે દૈદીપ્યમાન પરાક્રમ ફોરવ. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org