________________
૩૩૭
भोगी भमइ संसारे તીવ્રતા વધુ હોય છે. સ્થૂલ ભોગવટો તો પ્રાય: એક જ વાર હોય, પણ માનસિક ભોગવટો તો વારંવાર, અનેકવાર હોઈ શકે છે.
અનેક ગરીબ લોકોને લૂખુંસૂકું ખાવાનું મળતું હોય છે. તેઓ ખાય છે ત્યારે તેમાં તેમને એટલો રસ પડતો નથી. તેઓ ખાતી વખતે રાજીરાજી થાય એવું પણ ઓછું બને છે. પરંતુ તેથી ખાવા માટેની તેમની આસક્તિ ઓછી થઈ ગઈ છે એમ ન કહેવાય. સરસ ભોજન મળતાં તેઓ પ્રસન્ન થઈ જાય છે અને એવું વારંવાર મળે એવી વૃત્તિ પણ રહે છે. મતલબ કે સ્વાદિષ્ટ ભોજન માટેની તેમની આસક્તિ તો અંતરમાં પડેલી હોય છે. લુખાસૂકા આહાર વખતે તે પ્રગટ થતી નથી. કેટલાક મહાત્માઓએ બીજો બધો ત્યાગ કર્યો હોય છે. ઘરબાર, કટુંબપરિવાર, માલમિલક્ત એમણે ત્યાગી દીધાં હોય છે. આમ છતાં ભોજન માટેનો એમનો રસ છૂટતો નથી.
કોઈકને પ્રશ્ન થાય કે અભોગી કર્મથી લપાતો નથી અને અભોગી કર્મથી મુક્ત થાય છે એમ કહ્યું છે, પરંતુ જીવનના અંત સુધી માણસને ખાવા તો જોઈએ છે, પહેરવાને વસ્ત્ર જોઈએ છે અને ટાઢ, તડકો કે વરસાદથી બચવા રહેઠાણ જોઈએ છે, ઉપકરણો જોઈએ છે. એટલે કે જીવનપર્યત માણસ વિવિધ પદાર્થોનો ઉપભોગ કરતો રહે છે, તો પછી એને અભોગી કેવી રીતે કહેવાય ? એનો ઉત્તર એ છે કે જીવનના અંત સુધી માણસ ખોરાક કે પાણી ન લે તો પણ હવાનો ઉપયોગ તો એને અવશ્યક કરવો જ પડશે. જીવનનું અસ્તિત્વ છે ત્યાં સુધી આહારપાણી લેવાતાં જ રહેશે. વસ્ત્ર, વસ્તી પણ રહે છે. પરંતુ જીવની એમાંથી ભોગબુદ્ધિ જ્યારે નીકળી જાય છે એટલે એ અભોગી થાય છે. જ્યાં સુધી ભોગબુદ્ધિ-સુખબુદ્ધિ છે, રાગ છે, આસક્તિ છે, ગમવા – ન ગમવાના અને અનુકૂળતા – પ્રતિકૂળતાના ભાવો છે, કર્તૃત્વ અને ભોકતૃત્વની વૃત્તિ છે ત્યાં સુધી જીવ ભોગી છે. ભોગપદાર્થો સાથેનું એનું ભાવાત્મક અનુસંધાન જ્યારે સદંતર નીકળી જાય છે ત્યારે તે અભોગી બને છે. ઊંડી સંયમસાધના વગર આવું અભોગીપણું આવતું નથી અને આવે તો બહુ ટકતું નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે :
वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य ।
अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चइ ।। વિસ્ત્ર, સુગંધી મનગમતા પદાર્થો, ઘરેણાં, સ્ત્રીઓ, પલંગ-આસન વગેરે જે પોતાને પ્રાપ્ત નથી અને તેથી માણસ ભોગવતો નથી તેથી તે ત્યાગી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org