________________
નમો લોએ સવ્વસાહૂણં
૨૦૭ - સાધુ ભગવંતોનાં લક્ષણો દર્શાવતાં નવકારમંત્રના એક બાલાવબોધમાં કહ્યું છે : “જે સાધુ ૪૨ દોષ વિશુદ્ધ આહાર લીએ, સમસ્ત ઈન્દ્રિય દમે, સંસારે ન રમે, બાવીસ પરીષહ સહે, નવ કલ્પ વિહરતા રહે, જે સાધુ સંસાર થકી ઉપરાંઠા ચાલે, ભવ્ય જીવને મુક્તિસુખ હેલા માત્રમાં આપે, જે મુનીશ્વર તણા સત્તાવીસ ગુણ ધરે, એવા શાન્ત, દાન્ત, કાન્ત, વૈરાગ્યના સમુદ્ર, સાહસિક શિરોમણિ, ગુણવંતમાંહી અગ્રેસર, સજ્જન, સદા પ્રસન્ન, જીવલોકના બંધવ, કુતિરૂપી સમુદ્રના શોષણહાર, કેવળધરા, ઋજુમતિ, વિપુલમતિ આદિ ૨૮ લબ્ધિના ધારનાર, મોહ, માયા, લોભ, સ્નેહના પ્રતિબંધ ખંડિયા...'
બીજા એક બાલાવબોધમાં કહ્યું છે :
સર્વ લોકમાંહિ જે છે સાધુ તે સાધુ... સમ્યગુજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યકુ ચારિત્ર એ રત્નત્રય સાધઈ, પાંચ મહાવ્રત ધરઈ, છઠ્ઠ રાત્રિભોજન વરજઈ, સાત ભય ટાલઇ, આઠ મદ વરજઈ, નવકલ્પી વિહાર કરઈ, દસ ભેદ સંયમધર્મ આદરઈ, બારે ભેદે તપ તપઈ, સત્તરહ આશ્રવદ્ધાર રુંધઈ, અઠ્ઠારસ સહસ સીલાંગરથ ધરાઈ, બાવીસ પરીષહ સહઈ, તેત્રીસ આશાતના ટાઈ, બઈતાલીસ દોષવિશુદ્ધ મધુકરી વૃતિઈ આહાર ભેઈ, પંચ દોષરહિત મંડલી ભુજઈ, જે સમ-શત્રુ-મિત્ર સમ-લેટું-કંચણ, પંચસમિયા, તિગુત્તા, અમમા, અકિંચણા, અમચ્છરા, જીઇંદિયા, જયકસાયા, નિમ્મલ બંભર્ચરવાસા, સજઝાયઝાણ-જુગા, દુક્કર તવચરણરયા, અરસાહારા, વિરસાહારા, અંતાતારા, પતાહારા, અરસજીવી, વિરમજીવી, અંતજીવી, પંતજીવી, તુચ્છાદાર, સુહાહારા, સુક્કા, ભુક્કા, નિમ્મસા, નિસ્સોણિયા, કિસિઅંગા, નિરાગસરણા, કુખિસંબલા, ખજ્ઞાનકુલે ભિક્ષા વત્તિણો મુણિણો હવંતિ. ઈસ્યા છે સર્વજ્ઞપુત્ર સાધુ સંસારભય થકી ઉભગા, દયાતણા પ્રતિપાલક, ભગવતી અહિંસા સર્વ ભૂતને ક્ષેમકરી, મહાપુરુષસેવી, કાયરકાતર જીવ પરિહરી, તેહના પ્રતિપાલક, અનાથ જીવના નાથ, અપહર જીવના પીર, અશરણ જીવના શરણ, સર્વજ્ઞપુત્ર, નિ:કિંચણ, નિરહંકારી, નિ:પરિગ્રહી, નિરારંભી, શાંત, દાંત, રત્નત્રય સાધક, અઢાઈ દ્વીપ માંહે જી કે છે સાધુ તે સવિ સાધુ પ્રત્યે મારો નમસ્કાર, પંચાંગ પ્રણામ, ત્રિકાલ વંદના સદા સર્વદા થાઓ.” આવા સાધુપદનો મહિમા ગાતા કહેવાયું છે કે –
न च राजभयं न च चोरभयं इहलोकसुखं परलोकहितं । नरदेवनतं वरकीर्तिकरं श्रमणत्वमिदं रमणीयतरम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org