________________
૩૪૨
જિનતત્ત્વ એણે વેળુ (રેતી-માટી)માંથી એક સ્થળે કોઈક અનુકૂળ જગ્યામાં સુંદર જિનપ્રતિમા બનાવી. એના ઉપર પાણી છાંટી, માટીનો જ સરસ સુંવાળો લેપ કર્યો. આ રીતે તૈયાર થયેલી મનોહર જિનપ્રતિમાની વિધિસર સ્થાપના કરીને તે એની રોજ પૂજા કરતી. બીજે મુકામે કરે તો ત્યાં પણ એ રીતે વેળુની પ્રતિમા બનાવતી અને પૂજા કરતી. હવે દમયંતીના જિનમંદિરને કોઈ દીવાલ કે છાપરું નહોતું. એ વખતે ત્યાં આગળથી પસાર થતા આદિવાસી ભીલ જાતિના લોકોનો ઓછાયો ભગવાનની પ્રતિમા ઉપર પડે તો તેનું શું કરવું? પરંતુ દમયંતી જાણતી હતી કે જિનેશ્વર ભગવાનની પ્રતિમા ઉપર કોઈનો ઓછાયો પડે જ નહીં. ત્રિલોકના નાથનું સ્વરૂપ જ એવું અલૌકિક હોય કે ઓછાયો આવે તે પહેલાં ઓગળી જાય.
સામાન્ય રીતે દેરાસરો સવારથી સાંજ સુધી ખુલ્લાં હોવાં જોઈએ અને પૂજા પણ સૂર્યાસ્ત સુધી થઈ શકે. પણ વ્યવહારુ દૃષ્ટિએ ચોરી વગેરેના ભયને કારણે તથા વહીવટી ખર્ચ ઓછો રાખવા માટે પૂજા ફક્ત સવારની થઈ ગઈ અને સાંજે ફક્ત દર્શન થઈ શકે. સામાન્ય રીતે સાંજે આરતી થઈ જાય અને ત્યાર પછી દેરાસર માંગલિક થઈ જાય તે પછી કોઈના માટે તે ખોલી ન શકાય, પરંતુ કોઈ મોટો સંઘ આવ્યો હોય અથવા વિશિષ્ટ યાત્રાળુઓ આવ્યા હોય તો અથવા વિશિષ્ટ ઉત્સવ હોય તો દેરાસર અવશ્ય ખોલી શકાય છે.
પચાસ વર્ષ પહેલાં અમે શંખેશ્વરની યાત્રાએ જતાં. ચોમાસા પછી બસો રેતીમાં ચાલુ થાય. સવારે ગયેલી બસ સાંજે પાછી આવે. જાત્રા કરી, બસનો ટાઈમ થાય ત્યારે દરવાજા બહારથી દર્શન કરી સર્વ યાત્રીઓ બસમાં બેસતા. જૂના વખતમાં જ્યારે મુંબઈમાં ટ્રામ હતી ત્યારે માટુંગા, સાયન જનારા લોકો ટ્રામમાં બેઠાં બેઠાં માટુંગાના ચૌમુખી ભગવાનનાં બે હાથ જોડી દર્શન કરતા.
એક ગામમાં અમે એવું દેરાસર જોયું છે કે જ્યાં ચોવીસે કલાક દર્શન થઈ શકે. એમાં ગભારામાં ફક્ત ત્રણ મોટી પ્રતિમાઓ છે. આંગી માટેના ચાંદીના મુગટ અમુક અવસરે જ સવારના પહેરાવાય છે. દેરાસરના ગભારાની જાળી બપોરે બંધ થાય, પણ તેને તાળું મારવાનું નહીં. બપોરે પણ કોઈને પૂજા કરવી હોય તો થઈ શકે. દેરાસરના મુખ્ય દ્વારને રાતના આંગળિયો ભરાવાય. પરંતુ અડધી રાતે પણ કોઈને દેરાસરમાં જઈ પ્રભુજી સામે બેસી ધ્યાન ધરવું હોય તો ધરી શકાય. દીવો ચોવીસે કલાક ચાલુ હોય ત્યાં ચોરીનું કોઈ જ જોખમ જ નહીં એટલે ચોકીદારની જરૂર પણ નહીં. જૂના વખતમાં ગુજરાતમાં ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org