________________
૧૧૯
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ સંગ્રહસ્થાનમાં આ તલવાર છે.) તક્ષશિલામાંથી મળેલી સોનાની એક પ્રાચીન વિટી ઉપર પણ નવ મંગલ કોતરવામાં આવ્યાં છે, જેમાં નંદ્યાવર્ત બેવાર છે.
બૌદ્ધ ધર્મ જ્યાં ફેલાયો એવા દેશોમાં પણ અષ્ટમંગલનો પ્રચાર થયો છે. અષ્ટમંગલની તાંત્રિક ઉપાસના તિબેટમાં હજુ સુધી પ્રચલિત છે. ભૂટાનના રાજાએ પોતાના સિક્કા પર અષ્ટમંગલમાંથી કેટલીક આકૃતિઓ કોતરાવી હતી.
અષ્ટમંગલની આઠ આકૃતિઓ પ્રતીકરૂપ છે. પ્રતીક તરીકે જેની ગણના થાય તેનું અર્થઘટન જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી રીતે થઈ શકે. આથી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મમાં આ પ્રતીકોનાં અર્થઘટન જુદી જુદી રીતે થાય એ સંભવિત છે. *
છેલ્લા કેટલાક સમયથી શ્વેતામ્બર જૈન પરંપરામાં અષ્ટમંગલનો ક્રમ આ પ્રમાણે રૂઢ થયો છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) કળશ, (૬) સિંહાસન, (૭) મીનયુગ્મ અને (૮) દર્પણ. આ આઠ આકૃતિઓને કલાકારો વિવિધ કલત્મક રીતે રચતા હોય છે.
જૈન દિગંબર પરંપરામાં પ્રાચીન સમયમાં બે જુદા જુદા પ્રવાહો જોવા મળે છે. એક પ્રમાણે અષ્ટમંગલ છે : છત્ર, ચામર, ધ્વજ, સ્વસ્તિક, દર્પણ, કળશ, વર્ધમાનક અને સિંહાસન. બીજા પ્રમાણે અષ્ટમંગલ છે : સુવર્ણકળશ, વર્ધમાનક, દર્પણ, વીંઝણો (પંખો), ધ્વજ, છત્ર, ચામર, સ્વસ્તિક.
વર્તમાન સમયમાં શ્વેતામ્બર પરંપરામાં ચાર-ચારની જોડીમાં ઉપરનીચે એમ આઠ મંગલ આલેખવામાં આવ્યાં હોય છે. એવી અષ્ટમંગલની પાટલીમાં ઉપરની હારમાં સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ અને ભદ્રાસન અને નીચેની હારમાં નંદ્યાવર્ત, વર્ધમાન, મીનયુગલ અને દર્પણ જોવા મળે છે.
- વડોદરાના એક શ્વેતામ્બર જૈન મંદિરની જૂના વખતની અષ્ટમંગલની પાટલીમાં આ ક્રમ જુદો છે. એમાં ઉપરની હારમાં દર્પણ, ભદ્રાસન, કળશ અને વર્ધમાનક છે અને નીચેની હારમાં મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત છે. (આનો ફોટો “જૈન આર્ટ એન્ડ આર્કિટેક્ટર ખંડ-૩માં છપાયો છે.)'
જૈન શ્વેતાંબર પરંપરામાં અષ્ટમંગલના ક્રમમાં અજાણતાં ક્યારેક ફેરફાર થતો રહ્યો છે, પરંતુ આઠ મંગલ આકૃતિઓ બે-અઢી હજાર વર્ષથી એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org