________________
૯૮
જિનતત્ત્વ વચ્ચે ન બોલવું, તેમને પ્રિય અને અનુકૂળ લાગે એવી વાણી બોલવી અને એવું વર્તન રાખવું, સમકક્ષ સાધુ સાથેના વ્યવહારમાં અભિમાન ન રાખવું, દ્વેષ ન કરવો, ક્ષમાભાવ ધારણ કરવો, આઠ પ્રકારના મદનો ત્યાગ કરવો ઇત્યાદિ નાની-મોટી ઘણીબધી વાતોનો સમાવેશ થાય છે.
પરોક્ષ ઉપચારવિનયમાં તેઓ ન હોય ત્યારે તેમને, મન, વચન, કાયાદિથી વંદન કરવાં, તેમના ઉપકારોનું સ્મરણ કરવું, તેમના ગુણોનું પણ સ્મરણ કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ રાખવો, તેમની કોઈ ત્રુટિઓ હોય તો તે મનમાં યાદ ન કરવી કે બીજા કોઈ આગળ તેમની નિંદા ન કરવી વગેરે બતાવવામાં આવે છે.
ઉપચારવિનયને સુશ્રુષાવિનય પણ કહેવામાં આવે છે. તે અનેક પ્રકારનો હોય છે. ઔપપાતિકસૂત્રમાં કહ્યું છે : __ सुस्सुसणा विणए अणेगविहे पण्णत्ते तं जहा -
अब्भुट्ठाणाइ वा आसणामिग्गहेउ वा, आसणप्पयाणेइ वा, सकारेइ वा, कित्तिकम्मेइ वा, अंजलिपग्गहेइ वा, इत्तस्स अणुगच्छणया, ठियस्स पज्जुवासणया, गच्छंतस्स पडिसंसाहणया ।,
(સુશ્રુષાવિનય અનેક પ્રકારનો છે, જેમ કે ગુરુ વગેરે આવે તો ઊભા થવું, આસન માટે નિમંત્રણ કરવું, આસન આપવું, સત્કાર કરવો, કૃતિકર્મ કરવું એટલે કે વંદન કરવું, હાથ જોડી સામે બેસવું, આવકાર આપવા સામે જવું, સ્થાનમાં સ્થિરતા કરી હોય તો સેવા કરવી અને જતા હોય ત્યારે પહોંચાડવા જવું.)
વિનય આત્માનો ગુણ છે. અવિરતિધર અને સર્વવિરતિધર એવા સીમાં એ ગુણ રહેલો છે. વ્યવહારમાં ઔપચારિક રીતે પણ તે પ્રગટ થાય છે અને પરોક્ષ રીતે ભાવથી અંત:કરણમાં પણ તે પ્રકાશિત થાય છે. સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય પણ વિનય દાખવે છે. અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની મહાત્માઓ પણ વિનય દાખવે છે અને ચૌદ પૂર્વધર પણ વિનયવાન હોય છે. હવે પ્રશ્ન એ આવે છે કે કેવળજ્ઞાન થયા પછી કેવલી ભગવંતને વિનય દાખવવાનો હોય છે ? આ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચારણા થઈ શકે છે. જો તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થતી વખતે નમો તિથ્થસ અને નમો સંપર્સ એમ બોલી વિનય દાખવતા હોય તો કેવલી ભગવંતો વિનય કેમ ન દાખવે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org