________________
વિનય વળી આ આઠ મદના પણ બહુ પેટા પ્રકાર હોય છે. ગરીબ માણસ ધનનો મદ ન કરે, પણ રૂપનો મદ કરી શકે છે. કદરૂપો માણસ રૂપનો મદ ન કરે, પણ ધનનો મદ કરી શકે છે. અરે, જ્ઞાની માણસ પોતાના જ્ઞાનનો અહંકાર કરી શકે છે. જ્યાં સુધી જીવમાંથી મદ જતો નથી ત્યાં સુધી સાચો વિનય પરિપૂર્ણ રીતે આવી શકતો નથી. આથી જ માનકષાયને જીતવાનું ઘણું દુષ્કર મનાયું છે. માન જીવ પાસે આઠે પ્રકારનાં ભારે કર્મ બંધાવી શકે છે. એમાં પણ સૌથી વધુ ભારે તે મોહનીય કર્મ છે. સાચા વિનયમાં આ મોહનીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય કરવાનું સામર્થ્ય છે. જિનાજ્ઞાના પાલનથી અવિનય દૂર થાય છે અને વિનય આવે છે. એટલે વિનયને યોગ્ય રીતે જ તપના એક પ્રકાર તરીકે ઓળખાવી શકાય.
ઉપચારવિનય અથવા લોકોપચાર વિનયમાં વડીલ સાધુ-સાધ્વીઓ પ્રત્યે આદરભાવપૂર્વક વ્યવહાર રાખવાની આવશ્યકતા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એ માટે વિવિધ પ્રકારના નિયમો બતાવવામાં મહિમા બરાબર સચવાય. “પપાકિસૂત્ર'માં લોકોપચાર વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે.
लोगोवयारविणए सत्तविहे पण्णते तं जहा -
(૧) ૩ માસત્ત, (૨) પરંઇરાનુત્તિ, (૩) ૩, (૪) વડાપરિયા, (૫) મસાલા , (૯) રેશનવ્યા, (૭) સવ્વસુ अप्पडिलोभया.
લોકોપચાર વિનય સાત પ્રકારનો છે : (૧) ગુરુ વગેરેની પાસે રહેવું, (૨) એમની ઇચ્છાનુસાર વર્તવું. (૩) એમનું કાર્ય કરી આપવું, (૪) કરેલા ઉપકારનો બદલો વાળવો, (૫) વ્યાધિગ્રસ્તની સારસંભાળ રાખવી, (૯) દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરવી, (૭) એમનાં બધાં કાર્યોમાં અનુકૂળ વૃત્તિ રાખવી.
ઉપચારવિનય પણ પ્રત્યક્ષ ઉપચારવિનય અને પરોક્ષ ઉપચારવિનય એમ બે પ્રકારનો છે. પ્રત્યક્ષ ઉપચારવિનયમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે બહારથી પધારતા હોય તો સન્મુખ લેવા જવું, બેઠા હોઈએ તો ઊભા થવું, પોતાના આસન પર બેઠાં બેઠાં જવાબ ન આપતા પાસે જઈ જવાબ આપવો, તેમને વંદન કરવાં, વંદન કરતી વખતે અમુક અંતર રાખવું, તેઓ રસ્તામાં ચાલતા હોય ત્યારે તેમની આગળ નહીં પણ બાજુમાં કે પાછળ ચાલવું, એમનાં ઉપકરણો વગેરેની સંભાળ રાખવી, તેઓ કોઈની સાથે વાત કરતા હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org