SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઉo જિનતવ પણ વાંકી ખેંચાય છે. આ પૂર્વપ્રયોગ પછી પણછ અને ધનુષ્ય પોતાના મૂળ સ્થાને આવે કે તરત બાણ છૂટીને ગતિ કરે છે. બાણને પણછનો જે ધક્કો વાગે છે તે તેનો પૂર્વપ્રયોગ છે, તેવી રીતે કુંભારના ચાકડામાં દાંડો ભરાવી તેને જોરથી ફેરવવામાં આવે છે. પછી દાંડો કાઢી લીધા પછી પણ ચાકડો ઘણી વાર સુધી ફરતો રહે છે, એમાં દાંડા વડે ચાકડાને ફેરવવો તે એનો પૂર્વપ્રયોગ છે. આવી જ રીતે સર્વથા કર્મમુક્ત થવું એ જીવનો પૂર્વપ્રયોગ છે. એમ થતાં મુક્ત જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૨) ગતિ પરિણામ – એ માટે અગ્નિની વાળા અને ધુમાડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. જ્યારે આગ લાગે છે ત્યારે એની વાળા અને ધુમાડો સ્વભાવથી સહજ રીતે જ ઊંચે ગતિ કરે છે. તેવી રીતે જીવ સંપૂર્ણ. કર્મક્ષય કરે છે ત્યારે એના પરિણામરૂપી સ્વભાવથી સહજ રીતે ઊર્ધ્વગતિ કરે છે. (૩) બંધન-છેદ – એ માટે એરંડાના મીંજનું દૃષ્ટાંત આપવામાં આવે છે. એરંડાના છોડ ઉપર એનું ફળ પાકે છે. એમાં એનું મીંજ રહેલું હોય છે. આ ફળ ડાળીના છેડા ઉપર રહેલું હોય છે, અને છેડો નીચેના કોશને લાગેલો હોય છે. જ્યારે કોશ સુકાઈ જાય છે ત્યારે જ મીંજ ફટાક કરતું છૂટું પડે છે અને ઊંચે ઊડે છે બંધન - છેદનું બીજું દૃષ્ટાંત વૃક્ષની ડાળીનું આપવામાં આવે છે. વૃક્ષની ડાળીને નીચે નમાવી, દોરીથી બાંધવામાં આવે તો તે નીચે બંધાયેલી રહે છે. પરંતુ દોરીને જો છેદી નાખવામાં આવે તો બંધન જતું રહેતાં ડાળી પોતાની મેળે તરત ઊંચે જતી રહે છે. આવી રીતે જીવને કર્મબંધન છેદાઈ જતાં તે સહજ રીતે ઊંચે ગતિ કરે છે એ એનો સ્વભાવ છે. (૪) અસંગ-એ માટે માટીથી લપેડેલા તુંબડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. તુંબડું પાણીમાં તરવાના સ્વભાવવાળું છે. પરંતુ એના ઉપર જો માટીનો થોડો લેપ કરવામાં આવે અને પછી એને પાણીમાં મુકવામાં આવે તો માટીના સંગથી એ તળિયે ડુબી જશે. પરંતુ જેમ જેમ માટી ઓગળતી જશે તેમ તેમ એ ઉપર આવતું જશે અને બધી જ માટી ઓગળતાં તે માટીથી અસંગ થઈ પાણીમાં ઉપર તરવા લાગશે. એ પ્રમાણે કર્મરૂપી મલ આત્મામાંથી પૂરેપૂરો નીકળી જતાં આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy