________________
૨૦૫
નમો લોએ સવ્વસાહૂણં અત્યંત ઉપકારક છે. કેટલાક પહેલાં માત્ર દ્રવ્યલિંગી હોય, પણ પછી એથી જ એમને ભાવલિંગી થવાના ભાવ જાગ્યા હોય છે.
શ્રાવક દીક્ષા લે છે તે દિવસથી એનું બાહ્ય અર્થાત્ સ્કૂલ અને અત્યંતર અર્થાત્ સૂક્ષ્મ રૂપાંતર - transformation થાય છે. સાધુનાં નામ, વેશ, ભાષા વ્યવહાર ઈત્યાદિ બદલાઈ જાય છે, કારણ કે ગૃહસ્થ જીવનના સંસ્કારોનું હવે વિસર્જન કરવાનું હોય છે. નામ બદલાતાં જૂના નામ સાથેનાં વળગણો છૂટવા માંડે છે. સાધુને માથે મુંડન હોય છે. હવે ચહેરો જોવા- શણગારવાની વાત નહીં. જૈન સાધુ દીક્ષા લીધા પછી કોઈ દિવસ અરીસામાં પોતાનું મોટું જોતા નથી કે વાળ ઓળતા નથી કે હજામત કરાવતા નથી. સમયે સમયે લોચ કરે છે. સાધુને હવે રસોડે, ભાણે બેસીને જમવાનું હોતું નથી. ગોચરી વહોરી લાવવાની રહે છે. અથવા ઊભા ઊભા બે હાથમાં આહાર લેવાનો હોય છે. સાધુની ભાષા બદલાઈ જાય છે. તેઓ હવે કોઈ ગૃહસ્થને “આવો, પધારો કે “આવજો' કહેતા નથી. માત્ર “ધર્મલાભ' કહે છે. સાધુના ભોજન માટે શબ્દ છે ગોચરી અથવા ભિક્ષાચરી. ખાવું નહીં પણ “વાપરવું', “પથારી' નહીં પણ સંથારો', “વાસણ' નહીં પણ “પાતરાં'. સાધુને હવે કોઈના સગાઈ, લગ્ન કે સાદડીમાં જવાનું હોતું નથી. સાજમાંદે ખબર કાઢવા જવાનું કે સ્મશાનમાં આભડવા જવાનું નથી હોતું.
સાધુ ભગવંત ભવિષ્યકાળ માટે નિશ્ચિતપણે કોઈ વાણી ઉચ્ચારી ન શકે, કારણ કે તેમ જો ન થાય તો મૃષાવાદનો દોષ લાગે. એટલે સામાન્ય રીતે તેઓ વર્તમાન જોગ' એમ કહે, એટલે કે તે સમયે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. એટલા માટે કહ્યું છે :
आउसस्स न वीसासो कज्जम्मि बहूणि अंतरायणि ।
तम्हा हवई साहूणं वट्टमाणजोगेण ववहारो ।। [ આયુષ્યનો વિશ્વાસ નથી, કાર્યોમાં બહુ અંતરાયો આવે છે. એટલે “વર્તમાન જોગ' પ્રમાણે સાધુનો વ્યવહાર હોય છે. ]
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુઓએ ભવિષ્યકાળ માટે ક્યારેય નિશ્ચયાત્મક વાણી ન ઉચ્ચારવી જોઈએ. ઉદાહરણ તરીકે ક્યાંક બીજે દિવસે જવાનું હોય અને કોઈ પૂછે કે “મહારાજજી ! કાલે સવારે નવ વાગે પધારશો ને ?' તો સાધુ મહારાજ એમ ન કહે કે, “હા, અમે બરાબર નવના ટકોરે પહોંચી જઈશું.” જવાનું નિશ્ચિત જ હોય તો પણ સાધુ મહારાજ કહે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org