________________
૩૨૮
જિનતત્વ ભક્તિકવિતા લખી હતી. હિન્દુઓ ફારસી શીખતા અને કુરાન વાંચતા. આથી જ આનંદઘનજીએ ગાયું : “રામ કહો, રહેમાન કહો.” જૈન કવિઓમાં ઇસ્લામ ધર્મને પણ આવરી લેતી સમન્વયની ભાવના પહેલીવાર આપણને શ્રી આનંદઘનજીમાં જોવા મળે છે. અત્યાર સુધી ષડ્રદર્શનની વાત હતી, જેમાં બૌદ્ધદર્શન અને ચાર્વાકુદર્શનનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. ઉદારતાથી, વ્યાપક આત્મભાવનાથી આનંદઘનજીએ પોતાના કાળના સર્વ ધર્મોમાં રહેલા સારતત્ત્વને સમકિતના રસથી રસાન્વિત કરીને. યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઘટાવીને, આત્મસાત્ કરી બતાવ્યું છે. હાલ તેઓ જો વિદ્યમાન હોત તો યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ વગેરેને પણ પોતાના કરી બતાવ્યા હોત. વસ્તુત: આનંદઘનજીની તત્ત્વદૃષ્ટિ એટલી ઉચ્ચ, ઉદાર અને ઉદાત્ત ભૂમિકાની હતી.
શ્રી આનંદઘનજી મહારાજે એકવીસમા નમિનાથ ભગવાનના સ્તવનમાં ભારતીય દાર્શનિક પરંપરાનાં ષડ્રદર્શનોને જિનેશ્વર ભગવાનના અંગ તરીકે ઓળખાવ્યાં છે. એમણે ગાયું છે :
ષડુ દર્શન જિન અંગ ભણીને, ન્યાસ ષડંગ જો સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડુ દરશન આરાધે રે.
છએ દર્શનો જિનેશ્વર ભગવાનનાં જુદાં જુદાં અંગો છે. જે તે પ્રમાણે છએ દર્શનની સ્થાપના કરે છે અને નમિનાથ ભગવાનનાં ચરણ સેવે છે તે છએ દર્શનની આરાધના કરે છે.
આનંદઘનજીએ સાંખ્ય, યોગ, મીમાંસા, બૌદ્ધ, લોકાયતિક (ચાર્વાક) અને જૈન એમ છએ દર્શનોને અહીં યુક્તિપૂર્વક ઘટાવ્યાં છે. આનંદઘનજીની વિશેષતા એ છે કે આ છ દર્શનમાં ચાર્વાક જેવા આત્મા અને પુનર્જન્મમાં ન માનનાર નાસ્તિક, ભૌતિકવાદી દર્શનને પણ સ્વીકારી લીધું છે. આ સમન્વયની ભાવના સમજવા જેવી છે.
એવી જ રીતે એમણે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે : શિવશંકર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન, લલના. જિન, અરિહા, તીર્થકરું, જ્યોતિ સ્વરૂપ અસમાન, લલના. અલક નિરંજન વચ્છલું, સકલ જંતુ વિશરામ, લલના.
XXX
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org