________________
વિનય
૮૭.
આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવાતું નથી. એટલા માટે “વિનય વડો સંસારમાં’ એમ કહેવાય છે. પ્રાથમિક દશામાં વિનયના ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિનયના ગુણને સારી રીતે ખીલવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. ઘઉના ગ્રંથમાં કહ્યું છે :
विणयसंपण्णदाए चेव तित्थयरणामकम्मं बंधति । વિનયસંપન્નતાથી તીર્થંકર નામકર્મ બંધાય છે.
જૈન દર્શનમાં દરેક વસ્તુના સામાન્ય દૃષ્ટિએ જ્યારે પ્રકારો બતાવવામાં આવે છે ત્યારે પ્રથમ વર્ગીકરણ દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ હોય છે. વિનયમાં પણ દ્રવ્ય વિનય અને ભાવવિનય એવા બે પ્રકારો બતાવવામાં આવે છે. દ્રવ્યવિનયને બાહ્ય વિનય અને ભાવવિનયને અત્યંતર વિનય તરીકે ઓળખાવી શકાય. લોકવ્યવહારમાં ઉપયોગી એવા વિનયને લૌકિક વિનય તરીકે અને મોક્ષમાર્ગની સાધનામાં અનિવાર્ય એવા વિનયને લોકોત્તર વિનય તરીકે ઓળખવામાં આવે છે. શ્રી લક્ષ્મીસૂરિ “ઉપદેશપ્રાસાદ”માં કહે છે :
बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो विनय स्मृतः ।
तदेकैकोऽपि दिभेदो लोकलोकोत्तरात्मकः ।। (બાહ્ય અને અત્યંતર એવા ભેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.)
બાહ્ય અને અત્યંતર વિનય સાથે હોવા કે ન હોવાની દૃષ્ટિએ ચાર ભાંગા બતાવવામાં આવે છે :
(૧) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. (૨) અભ્યતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. (૩) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય. (૪) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય.
લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, આસન આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી વગેરેનો ઉપકાર માનવો, તેમને તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. હૃધ્યમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના ઉપકારનું સ્મરણ કરવું વગેરે અત્યંતર વિનય છે.
લોકોત્તર બાહ્ય વિનયમાં ગુરુભગવંત વગેરેની સુશ્રુષા કરવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા – મૂકવા જવું, સુખશાતા પૂછવી વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org