________________
ડૉ. રમણલાલ ચી. શાહ
જન્મ :તા. ૩-૧૨-૧૯૨૬
દેહવિલય :તા. ૨૪-૧૦-૨૦૦૫ પિતા : શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ માતા : શ્રીમતી રેવાબહેન ચી. શાહ જન્મ અને પ્રાથમિક શાળાનું શિક્ષણ વડોદરા પાસે ગામ પાદરામાં. માધ્યમિક શિક્ષણ બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એમ. એ. અને પીએચ. ડી.નો અભ્યાસ, એ જ કૉલેજમાં ૨૦ વર્ષ ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઉપરાંત N.C.C.માં મેજરની પદવી.
મુંબઈ યુનિવર્સિટીમાં ૧૮ વર્ષ ગુજરાતી ભાષા વિભાગના અધ્યક્ષ. ૧૮ વિદ્યાર્થીઓને પીએચ. ડી.નું માર્ગદર્શન આપ્યું. જૈન દર્શનના પરમ આરાધક અને અભ્યાસી શ્રી રાકેશભાઈ ઝવેરીને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર પીએચ. ડી.માટે માર્ગદર્શન આપ્યું.
વિશ્વ પ્રવાસી ડૉ. રમણભાઈ ચી. શાહના ‘પાસપોર્ટની પાંખે’ અને અન્ય પુસ્તકો સાહિત્ય જગતમાં સારો આવકાર પામ્યાં છે.
ગુજરાતી સાહિત્ય તેમજ સાંપ્રત સમયની સમસ્યા વિષયક લેખો અને વિશેષત: જૈન ધર્મ વિષયક લેખો માટે કેટલીક સંસ્થાઓએ તેમને સુવર્ણ ચંદ્રક અને પારિતોષિકથી નવાજ્યા છે.
તેઓશ્રીએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં કારોબારીના સભ્ય તરીકે, પ્રમુખ તરીકે, વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે દીર્ઘ અને યશસ્વી સેવા આપી. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન યુવક સંઘ દ્વારા
Jain Education International
[અનુસંધાન પાછળના ફ્લૅપ પ૨]
For Private & Personal Use Only
www.jainelibrary.org