________________
૨૪૬
જિનતત્ત્વ બની જાય છે. આ દશાએ પહોંચેલા શ્રાવકને હવે દેહ પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે.
- આ અગિયાર પ્રતિમા શ્રાવકે ઉત્તરોત્તર કેવી રીતે સિદ્ધ કરવી અને તે પ્રત્યેક પ્રતિમાનાં કેવાં કેવાં લક્ષણો છે એ વિસે શાસ્ત્રગ્રંથોમાં સ્પષ્ટ બતાવ્યું છે. એક પ્રતિમા પછી બીજી પ્રતિમા તરફ જવા માટે જો તેવા પ્રકારના ભાવ ન હોય તો ઉત્સાહ ન રહે. એટલે જીવની આંતરિક પરિણતિ તેની પ્રગતિમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે.
કેટલાક નિશ્ચયનયવાળાઓ જેમ દરેકમાં વ્યવહાર અને નિશ્ચય એવા ભેદ પાડે છે તેમ આ અગિયાર પ્રતિમામાં પણ નિશ્ચય પ્રતિમા અને વ્યવહાર પ્રતિમા એવા ભેદ પાડે છે. જે અગિયાર પ્રતિમાઓ બતાવી છે અને તેઓ માત્ર વ્યવહાર પ્રતિમા તરીકે ઓળખાવી છે તે પ્રતિમા અનુસાર આસક્તિનો ત્યાગ, કષાયોની મંદતા તથા સ્વરૂપમાં રમણતાને નિશ્ચય પ્રતિમા તરીકે ઓળખાવે છે. વ્યવહાર પ્રતિમાઓમાં એક પ્રતિમા કરતાં બીજી પ્રતિમા ભિન્ન છે એવી સ્પષ્ટ ખબર સાધકને પોતાને હોય છે અને બીજાઓ પણ તે જાણી શકે છે. પરંતુ નિશ્ચય પ્રતિમા વિશે બીજાઓને તો કશી ખબર પડતી નથી, પરંતુ જીવને પોતાને પણ પોતાના કષાયોની મંદતા ઈત્યાદિ અનુસાર હવે કઈ પ્રતિમા છે તેની ખબર પડે કે ન પણ પડે. વળી વ્યવહાર પ્રતિમામાં તો ઉપરની પ્રતિમામાંથી નીચેની પ્રતિમામાં આવતાં અથવા પ્રતિમાભંગ થતાં તરત જણાય છે, પરંતુ નિશ્ચય પ્રતિમામાં જીવ ઉપરથી નીચેની પ્રતિમાએ ઊતરી પડ્યો હોય તો પણ એ વિશે એને કદાચ ખબર પડે કે ન પડે એવું બની શકે. વ્યવહા૨પ્રતિમાના માપદંડ જેટલા સ્પષ્ટ છે તેટલા નિશ્ચયપ્રતિમાના નથી.
વસ્તુતઃ જૈન ધર્મમાં પ્રત્યેક વ્રતાદિ આચાર-પાલનમાં દ્રવ્ય અને ભાવ એવું વર્ગીકરણ પહેલેથી આવે જ છે. એટલે પ્રતિમા ભાવપૂર્વક જ ધારણ કરવામાં આવે એ આવશ્યક મનાયું છે. એટલે દ્રવ્યપ્રતિમા અને ભાવપ્રતિમા પછી વ્યવહારપ્રતિમા અને નિશ્ચયપ્રતિમાં એવું જુદું વર્ગીકરણ કરવાની આવશ્યકતા કેટલાકને લાગતી નથી. કેટલાક ભાવપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા વચ્ચે પણ ફરક કરે છે. આગમોમાં અને શ્વેતામ્બર તથા દિગંબર પરંપરાના પ્રાચીન શાસ્ત્રગ્રંથોમાં વ્યવહારપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા એવા ભેદ જોવામાં આવતા નથી. પ્રતિમાનું ક્ષેત્ર એવું છે કે એમાં ભાવ અને આંતરિક પરિણતિ વગર પ્રગતિ થતી નથી. કોઈ જીવ વ્યવહારપ્રતિમાને ઊતરતી ગણી, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org