________________
પુદ્ગલ – પરાવર્તિ
૨૬૩ કોઈને પ્રશ્ન થાય કે તો શું આ પરાવર્તનો અંત ન આવે ? અવશ્ય આવે. જો જીવનું મિથ્યાત્વ મંદ થઈ ગયું હોય અને તેનામાં અમુક ગુણલક્ષણો પ્રગટ થયાં હોય તો તે તેને હવે છેલ્લો એક પરાવર્ત કરવાનો બાકી રહે છે. એવા જીવો ચરમ (છેલ્લા) આવર્ત (પરાવર્ત)માં આવેલા હોવાથી તેઓ ચરમાવર્તી જીવ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ “યોગબિન્દુ'માં (શ્લોક ૭૨) જણાવ્યું છે :
चरमे पुद्गल-परावर्ते यतो यः शुकलपाक्षिकः ।
भिन्नग्रन्थिश्चरित्रीय च, तस्यैवेतदुदाहृतम् ।। [ છેલ્લા પુલ પરાવર્તમાં વર્તતો જીવ શુકલ પાક્ષિક જાણવો. તે જ આત્મા ગ્રંથિભેદ કરનારો અને ચારિત્ર પાળનારો થાય છે એ પ્રમાણે કહેલું છે.]
જે જીવોને સંસારપરિભ્રમણમાં એક વખત પણ ગ્રંથિભેદ અને સમ્યગદર્શન થાય છે તો તે જીવો દેશઉણ અડધા પુદ્ગલપરાવર્તમાં આવી જાય છે. ભવસ્થિતિ અનુસાર વચ્ચે કદાચ કોઈનું સમકિત ચાલ્યું ગયું હોય તો પણ તે જીવને અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો કાળ ભવભ્રમણ કરવાનો રહે છે. જેમ સમક્તિ નિર્મળ થતું જાય તેમ ભવ ઓછા કરવાના રહે.
એટલે આપણે “શ્રી પુદ્ગલપરાવર્તસ્તવ'ના રચનાર મહાત્માએ એમાં અંતે જે પ્રાર્થના કરે છે તે જ પ્રાર્થના કરીએ :
नाना पदगल पदगलावलि परावर्तानतान्हं, पूरंपूरमियचिरं कियदशं वाढं दृढं नोढवान् । दृष्टवा दृष्टचरं दुष्टचरं भवन्तमधुना भक्त्यार्थयामि प्रभो,
तस्मान्मोचय रोचय स्वचरणं श्रेय: श्रियं प्रापय ।। [ અનેક પુદ્ગલ પરમાણુઓની શ્રેણીવાળા અનંત પરાવર્ત સુધી ભમી ભમીને હે પ્રભુ ! હું ઘણું દુ:ખ પામ્યો છું. હવે આપને દૃષ્ટિવડે નિહાળવાથી ભક્તિથી પ્રાર્થના કરું છું કે મને દુ:ખ (ક)થી છોડાવો. આપનું ચારિત્ર મને રુચે અને કલ્યાણરૂપી (મોક્ષરૂપી) લક્ષ્મીને હું પ્રાપ્ત કરું.].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org