________________
390
જિનતત્ત્વ હોવું જોઈએ. એટલે શ્રી શીલાંકાચાર્યે સમજાય એવું (સુવીધાર્જ) વિવરણ લખ્યું છે. આ ટીકાના અભ્યાસીઓ કહે છે કે શ્રી શીલાંકાચાર્યની “આચારાંગસુત્ર”ની ટીકા વાંચતાં બહુ પ્રસન્નતા અનુભવાય છે અને અર્થબોધ ત્વરિત થાય છે. શ્રી શીલાંકાચાર્યે પોતાના શ્લોકમાં આર્ય ગંધહસ્તિની ટીકાના ફક્ત શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો ઉલ્લેખ કર્યો છે. એટલે કદાચ એવું પણ બન્યું હોય કે શ્રી શીલાંકાચાર્યના સમય સુધીમાં આર્ય ગંધહસ્તિએ રચેલાં બીજાં અધ્યયનોનું વિવરણ છિન્નભિન્ન થઈ ગયું હોય. એ કાળે શ્રુતપરંપરા ચાલતી હતી અને કઠિન ગ્રંથ યાદ રાખનારા ઓછા ને ઓછા થતા ગયા હશે.
એક મત એવો છે કે શ્રી શીલાંકાચાર્યે અગિયારે અંગ ઉપર ટીકા લખી હતી, પરંતુ એમાંથી માત્ર “આચારાંગસૂત્ર' અને “સૂત્રકૃતાંગસૂત્ર' ઉપરની ટીકા જ ઉપલબ્ધ છે. બાકીની ટીકાઓ સમય જતાં લુપ્ત થઈ ગઈ હશે. જે ટીકાઓ ઉપલબ્ધ છે એ પણ હજારો શ્લોક પ્રમાણ છે. આટલી મોટી રચના કરવાની હોય ત્યારે આચાર્ય મહારાજને સંદર્ભો, લેખન વગેરેની દૃષ્ટિએ બીજાની સહાય લેવી પડે. શ્રી શીલાંકાચાર્યે એ માટે શ્રી વાહરિ ગણિની સહાય લીધી હતી. એવો પોતે જ “સૂત્રકૃતાંગ”ની ટીકામાં ઉલ્લેખ કર્યો છે. આ વાહરિ ગણિ તે એમના જ કોઈ સમર્થ શિષ્ય હશે એમ અનુમાન થાય છે.
શ્રી શીલાંકાચાર્યની આ ટીકા એક હજાર વર્ષથી સચવાઈ રહી છે અને આચારાંગસૂત્ર'ના અધ્યયનમાં, એની વાચનામાં સતત એનો ઉપયોગ થતો રહ્યો છે. એ જ એની મહત્તા દર્શાવે છે. આ ટીકાથી પ્રભાવિત થઈને શ્રી જિનદત્તસૂરિએ “ગણધર સાદ્ધશતક'માં શ્રી શીલાં કાર્ય વિશે લખ્યું છે :
आयारवियारण वयण चंदियादलीय सयल संतावो ।
सीलंको हरिण कुव्व सोहइ कुमुयं वियासंतो ।। અર્થાત્ આચાર (આચારાંગસૂત્ર)ની વિચારણા માટે વચનચંદ્રિકા વડે જેમણે સકલ સંતાપ દલિત કર્યા છે – દૂર કર્યા છે એવા શ્રી શીલાંકાચાર્ય હરિણાંક (ચંદ્ર)ની જેમ કુમુદને વિકસાવે છે.
આપણા શ્રુતસાહિત્યમાં “આચારાંગસૂત્ર'નું સ્થાન અનોખું છે. આપણા પિસ્તાલીસ આગમોમાં અગિયાર અંગો મુખ્ય છે. બાકીના આગમોને અંગબાહ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. ગણધરોએ રચેલી દ્વાદશાંગીમાંથી હાલ અગિયાર અંગ ઉપલબ્ધ છે અને તેમાં પણ કેટલોક ભાગ છિન્નભિન્ન થયેલો છે. અગિયાર અંગમાં “આચારાંગ (આયારંગ) મુખ્ય છે. એમાં આચારધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org