________________
૩૫ર
જિનતત્વ ૨કમ જુદી કાઢી, ગરીબ, દીનદુ:ખી સાધર્મિકોને યથાશક્તિ સહાય અવશ્ય કરવી જોઈએ અને તે પણ સન્માન-બહુમાન સાથે કરવી જોઈએ.
શાસ્ત્રકારોએ “સાધર્મિક ભક્તિ' શબ્દ વાપર્યો છે, જ્યારે સાધર્મિકો પ્રત્યે ભક્તિ બહુમાન પ્રગટે છે ત્યારે સાધર્મિકો કોઈ યાચક નથી એ વિચાર અંતરમાં સ્પષ્ટ થાય છે. સાધર્મિકના કપાળમાં તિલક કરાય, હાથમાં શ્રીફળ અપાય છે, શક્ય હોય તો ખેસ પહેરાવાય છે અને ત્યાર પછી તેઓને ભોજન, વસ્ત્ર તથા અન્ય ઉપકરણો વગેરે અપાય છે. અને નમસ્કાર કરાય છે. સાધર્મિક ભક્તિમાં માત્ર ચીજવસ્તુઓ અપાય છે એટલું જ નહીં, સાધર્મિકો ધર્મક્રિયાઓ કરી શકે તે માટે તેમને ધાર્મિક ઉપકરણો અપાય છે અને તેમને માટે પૌષધશાળા – ઉપાશ્રય ઇત્યાદિ બાંધી શકાય છે. આમ, સાધર્મિકો પ્રત્યે સ્નેહાદર બતાવવાં જોઈએ. કહ્યું છે કે –
समानधार्मिकान् वीक्ष्य वात्सल्यं स्नेहनिर्भरम् । __ मात्रादि स्वजनादिभ्योप्यधिकं क्रियते मुदा । [ સાધર્મિકને જોઈને માતાપિતાદિ સ્વજનો કરતાં પણ અધિક સ્નેહપૂર્વક વાત્સલ્ય કરવું. ]
સાધર્મિક ભક્તિ એટલે સાધર્મિકોને ધનથી સહાય કરવી એટલો જ અર્થ નથી. દુ:ખી સાધર્મિકોને ભૌતિક સહાય ઉપરાંત ધાર્મિક અને આધ્યાત્મિક સહાય પણ કરવી જોઈએ. જેઓ શ્રીમંત હોય પણ ધર્મથી વિમુખ બન્યા હોય અથવા ધર્મકાર્યમાં પ્રમાદી બન્યા હોય એવા સાધર્મિકોને ધર્મકાર્ય તરફ આવવા માટે પ્રેરણા કરવી જોઈએ.
સાધર્મિક વાત્સલ્યમાં ઔચિત્યની વાત ભૂલવી ન જોઈએ. આંધળી સાધર્મિક ભક્તિ ન કરવી જોઈએ. કોઈ ગરીબ સાધર્મિક શ્રાવકને આર્થિક મદદ કરીએ અને પછી જાણવા મળે કે એ તો પૈસા મળતાં જુગાર રમવા લાગે છે અથવા અન્ય વ્યસનોમાં ડૂબેલો છે તો એને આર્થિક મદદ ન કરવી જોઈએ, પણ અવકાશ મળે તો વહાલથી એને સમજાવવો જોઈએ. એટલે કે સાધર્મિક ભક્તિમાં પણ વિવેક હોવો જોઈએ.
- સાધર્મિક વાત્સલ્ય પરથી સ્વામિવાત્સલ્ય શબ્દ આવ્યો છે, પરંતુ સંઘોમાં - સ્વામિવાત્સલ્ય એટલે સંઘના જૈનોએ ભેગા મળી ભોજન કરવું એવો મર્યાદિત અર્થ થઈ ગયો છે. એ જરૂરી છે. સહભોજનથી સ્નેહ વધે છે. પરંતુ આવા સ્વામિવાત્સલ્યથી આપણું કર્તવ્ય પૂરું થઈ ગયું એમ ન માનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org