________________
૩૫૩
સાધર્મિક વાત્સલ્ય
શીરા માટે શ્રાવક થયા એવી કહેવત પડી છે. ઠેઠ પ્રાચીન કાળથી આવી ઘટનાઓ બનતી આવી છે. એવા કેટલાય ખોટા શ્રાવકો પછીથી સાચા શ્રાવક બની ગયા હોય એવાં ઘણાં દૃષ્ટાંતો છે. માટે એવા શ્રાવકો પ્રત્યે સભાવભર્યું વર્તન રાખવું જોઈએ. એમાં અલબત્ત ઔચિત્ય જાળવવું જોઈએ. કહ્યું છે -
साधर्मिकस्वरूपं यत् व्यलीकमपि भूभृता ।
सन्मानितं सभायां तत् तर्हि सत्यस्य का कथा ।। [બનાવટી સાધર્મિકોના સ્વરૂપને – સાધર્મિકને પણ રાજાએ ભરસભામાં સન્માન આપ્યું. જો આ પ્રમાણે હોય તો સાચા સાધર્મિકની વાત શી ?]
કોઈ વ્યક્તિ લાભ લેવાના આશયથી પોતે જૈન છે એમ કહે તો તેથી તેના પ્રત્યે ધૃણા કે તિરસ્કાર કરી એને તરત ન ધુત્કારી કાઢવો જોઈએ. કેટલાયે કિસ્સા એવા બન્યા છે કે લાભ લેવા માટે જૈન થયો હોય અને પછી પાછળથી જૈન ધર્મમાં એની શ્રદ્ધા દૃઢ થઈ હોય. રાજા કુમારપાળના વખતમાં જૈનોને કરવેરામાંથી મુક્તિ હતી. એક વખત એક અજૈનની કરવેરો ન ભરવા માટે ધરપકડ કરીને રાજ્યમાં સિપાઈઓ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પોતે જૈન ન હોવા છતાં જૈન મંદિરમાં દર્શન કરવાની ઇચ્છા બતાવી. સિપાઈઓએ એને જવા દીધો. એ મંદિરમાં જઈ મસ્તકમાં મોટું તિલક કરી, ખભે ખેસ નાખીને બહાર આવ્યો. સિપાઈઓ એને રાજ્ય દરબારમાં રાજા કુમારપાળ પાસે લાવ્યા અને ફરિયાદ કરી કે આ માણસે કરવેરો ભર્યો નથી. એના મસ્તક પર તિલક જોઈને કુમારપાળે કહ્યું, “આ તો જૈન શ્રાવક છે અને જૈનોના કરવેરા માફ છે.” સિપાઈઓએ કહ્યું, “મહારાજ ! એ જૈન નથી, પણ રસ્તામાં દેરાસરમાં જઈ એણે તિલક કરી લીધું છે.' કુમારપાલે કહ્યું, “ભલે એ જૈન ન હોય, એણે કપાળમાં તિલક કર્યું છે એટલે એનો કર હું માફ કરું છું.” આથી એ માણસ ગળગળો થઈ ગયો અને એણે જૈન ધર્મ સ્વીકારી લીધો.
આમ, સાધર્મિક વાત્સલ્યનું મહાભ્ય ઘણું છે. આથી આખી દુનિયામાં જૈનો સૌથી ઉદાર ગણાય છે. તેઓ ફક્ત જૈનો માટે નહીં પણ અજૈનો માટે પણ એટલા જ ઉદાર હોય છે. સાચા જૈનનું હૃદય હંમેશાં મૃદુ અને કરુણામય હોય છે. જે માણસ કંજૂસ છે, ક્રૂર છે તે સાધર્મિક વાત્સલ્ય અનુભવી શકે નહીં. સાધર્મિકનો મહિમા દર્શાવતાં શાસ્ત્રકારોએ કહ્યું છે :
साधर्मिवत्सले पुण्यं पद्भक्तेद् वचोऽतिगम् । धन्यास्ते गृहिणोऽवश्यं तत्कृत्वाश्नन्ति प्रत्यहम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org