________________
૩૫૪
જિનતત્ત્વ (સાધર્મિક વાત્સલ્ય કરવાથી જે પુણ્ય થાય છે તે શબ્દોથી કહી શકાય તેમ નથી. જે ગૃહસ્થો હંમેશાં અવશ્ય સાધર્મિક વાત્સલ્ય કરીને જમે છે તેઓને ધન્ય છે.)
રતલામમાં એક શ્રાવકની વાત સાંભળી છે. તેઓ રોજ રતલામ સ્ટેશને ફ્રન્ટિયર મેલમાંથી જે કોઈ ઊતર્યા હોય તેમને પોતાને ઘરે ચાપાણી કે ભોજન માટે લઈ જતા અને ત્યાર પછી જ પોતે ભોજન કરતા, કેટલાય એવા છે કે જેમને ઘરે જમવામાં મહેમાન ન હોય તે દિવસે ખાવાનું ભાવે નહીં. એટલે જ કહેવાયું છે :
न कयं दीणुद्धरणं, न कयं साहमिआण वच्छलं ।
हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ।। [ જેમણે દીન દરિદ્રનો ઉદ્ધાર કર્યો નથી, સાધર્મિકનું વાત્સલ્ય કર્યું નથી અને હૃદયમાં શ્રી વીતરાગપ્રભુને ધારણ કર્યા નથી તે પોતાનો જન્મ હારી ગયા છે એમ સમજવું. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org