________________
જિનતત્ત્વ ચેતન ભૂપે આત્મરૂપ, સુદિશા લહી સાગી. કેવલ દંસણ નાણથી એ, રૂપાતીત સ્વભાવ: સિદ્ધ ભયે તસુ હીરધર્મ, વંદે ધરી શુભ ભાવ.
શ્રી સિદ્ધપદનું સ્તવન શ્રી સિદ્ધપદ આરાધિએ રે, ક્ષય કિધા અડ કર્મ રે શિવ વસીયા. અરિહંતે પણ માનીયા રે, સાદી અનંત સ્થિર શર્મ રે. ૧ ગુણ એકત્રીસ પરમાત્મા રે, તુરિય દશા આસ્વાદ રે. એવંભૂત નયે સિદ્ધ થયા રે, ગુણગણનો આહલાદ રે. ૨ સુરગણ સુખ ત્રિહું કાળનાં રે, અનંતગુણ તે કીધ રે. અનંત વર્ગે વર્ગિત કર્યા રે, તો પણ સુખ સમીધ રે. ૩ બંધ ઉદય ઉદીરણા રે, સત્તા કર્મ અભાવ રે. ઊર્ધ્વગતિ કરે સિદ્ધજી રે, પૂર્વપ્રયોગ સભાવ રે. ૪ ગતિ પારિણામિક ભાવથી રે, બંધન-છેદન યોગ રે. અસંગ ક્રિયા બળે નિર્મળો રે, સિદ્ધગતિનો ઉદ્યોગ રે. ૫ પએસઅંતર અણફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે. ચરમ વિભાગ વિશેષથી રે, અવગાહન ધન કીધ રે. ૬ સિદ્ધશિલાની ઉપરે રે, જ્યોતિમાં જ્યોતિ નિવાસ રે. હસ્તિપાલ પરે સેવંતા રે, સૌભાગ્યલક્ષ્મી પ્રકાશ રે. ૭
શ્રી સિદ્ધપદની સ્તુતિ અષ્ટ કરમ હું દહન કરીને, ગમન કિયો શિવવાસીજી, અવ્યાબાધ સાદિ અનંત ચિદાનંદ ચિદરાશિજી; પરમાતમ પદ પૂરણ વિલાસી અઘઘન દાન વિનાશીજી, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યાવો, કેવલજ્ઞાની ભાખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org