________________
સિદ્ધ પરમાત્મા
વીસ સ્થાનક તપની આરાધનાના દૂહાઓમાં સિદ્ધ પરમાત્માને નીચેનો દૂહો બોલી નમસ્કાર કરવામાં આવે છે.
ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ,
અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. એ દિવસે “ઊં નમો સિદ્ધાણની વીસ નવકારવાળી ગણવાની હોય છે. તદુપરાંત ૩૧ સાથિયા, ૩૧ ખમાસમણ તથા ૩૧ કાઉસગ્ન કરવાના હોય છે. પ્રત્યેક ખમાસમણ વખતે સિદ્ધપદના એક એક એમ ૩૧ ગુણ (આઠ કર્મની ૩૧ મુખ્ય પ્રકૃતિ)ના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે. ઉ. ત. શ્રી મતિજ્ઞાનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમ: વળી, પ્રત્યેક ખમાસમણ વખતે ઉપરનો દૂહો બોલવાનો હોય છે. ખમાસમણ પછી ૩૧ લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે, તથા સિદ્ધપદનું ધ્યાન રક્તવર્ણ કરવાનું હોય છે.
સિદ્ધપદની આવી આરાધનાથી હસ્તિપાળ રાજા તીર્થકર થયા હતા. સિદ્ધપદના સાચા આરાધક જીવો અવશ્ય સિદ્ધપદ પામે છે. એટલે જ ચતુર્વિશતિસ્તવ-લોગસ્સસૂત્રમાં પણ છેલ્લી ગાથામાં સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવામાં આવી છે :
चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा ।।
सागर वर गंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु ।। સિદ્ધ પરમાત્મા પાસે સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવાની હોય છે. આચાર્ય શ્રી સિદ્ધસેને કહ્યું છે કે, “નમો સિદ્ધાણં' પદમાં પાંચ અક્ષર છે તે ઔદારિક વગેરે પાંચ પ્રકારનાં શરીરનો નાશ કરનાર, પંચત્વ (મરણ)ના પ્રપંચોને દૂર કરનાર તથા “પંચમ ગતિ' (મોક્ષગતિ) અપાવનારા છે.
આ પંચમ ગતિ મેળવવાનું પોતાનું લક્ષ્ય રહે અને તેને યોગ્ય પુરુષાર્થ કરવાનું બળ મળી રહે એવી જીવની અભિલાષા હોવી ઘટે.
परिशिष्ट
શ્રી સિદ્ધપદનું ચૈત્યવંદન શ્રી શૈલેશી પૂર્વપ્રાંત, તનુ હીન ત્રિભાગી; પૂર્વપ્રયોગ પ્રસંગથી, ઉરઘ ગતિ જાગી. સમય એકમાં લોકપ્રાંત, ગયા નિગુણ નિરાગી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org