________________
૨૮૧
લેશ્યા જામણ) પ્રાપ્ત કરીને પછી એના જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને વારંવાર પ્રાપ્ત કરતું રહે છે અને પછી દૂધ દહીં થઈ જાય છે એ રીતે એક લશ્યામાંથી બીજી લેશ્યાનું પરિણમન થાય છે. આ પ્રકારના પરિણમનને વેશ્યાગતિ કહેવામાં આવે છે.”
લેશ્યાનું પરિણમન કોઈ જડ વિભાજન જેવું નથી. એટલે કે એક વેશ્યા પૂરી થાય પછી જ બીજી વેશ્યા ચાલુ થાય એવું નથી. બે વેશ્યાઓના વારંવાર સંમિશ્રણથી એકમાંથી બીજીનું પરિણમન થાય છે. આ પરિણમન સતત ઊર્ધ્વગામી જ રહે અથવા સતત અધોગામી જ રહે અથવા છએ વેશ્યાએ આખું વર્તુળ પૂરું કરવાનું જ રહે એવું નથી. શુકલેશ્યાવાળો કૃષ્ણલેશ્યામાં પણ આવી જાય અને કૃષ્ણલેશ્યાવાળો શુકલલેશ્યામાં આવી જાય. આ પરિણમન માટે કોઈ કાળ નિશ્ચિત નથી. અંતમુહૂર્તમાં એકમાંથી બીજી લેગ્યામાં પરિણમન થઈ શકે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું એ માટે સચોટ ઉદાહરણ છે. શુકલલેશ્યામાંથી પરમ કૃષ્ણલેશ્યા અને પરમકૃષ્ણમાંથી પરમ શુકલલેશ્યામાં પરિણમન કેટલા અલ્પકાળમાં થયું હતું ! વેશ્યાએ નરકગતિમાંથી બચાવી કેવળજ્ઞાન અપાવ્યું !
જેમ દૂધ અને દહીંનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે તેમ શુદ્ધ શ્વેત વસ્ત્રમાં પડેલા કોઈ રંગનું પ્રવાહી પડતાંની સાથે જેમ પ્રસરી જાય છે એનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે અથવા વૈર્યમણિમાં પરોવેલા રંગીન દોરાનું દષ્ટાન્ત પણ આપવામાં આવે છે.
લેશ્યાના પરિણમન અને જીવનાં ઉત્પત્તિ તથા મરણ વિશે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે :
लेसाहिं सबाहिं पढ़मे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववाओ, परे भवे अस्थि जीवस्स ।। लेसाहिं सबाहिं चरि मे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववाओ परे भवे अस्थि जीवस्स । अंतमुहत्तम्मि गए अंतमहत्तम्मि सेसए चेव ।
लेसाहिं परिणयाहिं, जीवा गच्छन्ति परलोयं ।। બધી જ વેશ્યાઓમાં એના પ્રથમ સમયની પરિણતિ અને અંતિમ સમયની પરિણતિ વખતે કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. લેશ્યાની પરિણતિ થાય તે પછી અંતમુહૂર્તમાં જીવ પરલોકમાં જાય છે. એટલે કે મરણવેળા એ આગામી ભવની વેશ્યા પરિણમ્યા પછી અંતમુહૂર્ત બાદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org