________________
જિનતત્ત્વ
૧૯૩
લક્ષ્ય બતાવનાર અને મોક્ષમાર્ગની દેશના આપનાર સાથે મન જોડાય છે. એ જ રીતે બીજાં પદોના સ્વરૂપનું પણ ધ્યાન ધરાય છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે નોમાં નવ પદનું ધ્યાન વિશિષ્ટ રીતે ઘટાવ્યું છે. તેમણે લખ્યું છે, ‘અરિહંત પદ સાથે નો પદ જોડાય છે ત્યારે મનનું ધ્યાન સંસાર તરફથી વળી મોક્ષ ત૨ફ જોડાય છે. સિદ્ધ પદ સાથે જોડાય ત્યારે રસ-આનંદ જાગે છે. આચાર્ય પદ સાથે જોડાય ત્યારે પ્રબળ ઇચ્છા પ્રગટે છે. સાધુ પદ સાથે જોડાય ત્યારે કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ તપ સાથે જોડાય ત્યારે આબેહૂબ કલ્પના, એકતા અને સંપૂર્ણ લય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતર સાધન બને છે.’
‘આ રીતે નો પદ સાથે થતું નવપદોનું ધ્યાન જીવને ત્રિમાત્ર (બહિરાત્મભાવ)માંથી છોડાવી, બિંદુનવકરૂપી અર્ધમાત્રા (અંતરાત્મભાવ)માં લાવી, અમાત્ર (પરમાત્મભાવ)માં સ્થાપનારું થાય છે.'
જ્યાં નમવાની ક્રિયા છે ત્યાં કુદરતી રીતે પ્રેમ, ભક્તિ, વાત્સલ્ય, ઈત્યાદિના ભાવો પ્રગટ થાય છે. એટલે ‘નમો’માં પરમાત્મા પ્રત્યેની નવધા ભક્તિ રહેલી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પૂજન, અર્ચન, સેવન, આત્મનિવેદન, શરણાગતિ ઈત્યાદિ સર્વ ભાવો અને ભક્તિના પ્રકારો એમાં આવી જાય છે.
‘નમો’ પદ દ્વારા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચારે પ્રકારનાં અનુષ્ઠાન આવી જાય છે. ‘નમો' પદમાં ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્વૈર્યયોગ અને સિદ્ધિયોગ એમ ચારે યોગ રહેલા છે.
નમો પદની આરાધનામાં અમૃતક્રિયા રહેલી છે. ઉપાધ્યાયજી મહારાજે અમૃતક્રિયાનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે :
તદ્ભુત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણો; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયાતણો.
અહીં અમૃતક્રિયાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે – તદ્ગત ચિત્ત, સમયવિધાન – ધર્માનુષ્ઠાન, ભાવની વૃદ્ધિ, ભવભય, વિસ્મય, પુલક, પ્રમોદ ઈત્યાદિ નમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org