________________
સાધર્મિક વાત્સલ્ય
સાધર્મિક વાત્સલ્ય એ જૈનોનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. સાધર્મિક વાત્સલ્ય ઉપરાંત સાધર્મિક ભક્તિ, સ્વામિવાત્સલ્ય જેવા શબ્દો પણ પ્રયોજાય
છે.
પર્યુષણ પર્વમાં શ્રાવકોનાં કર્તવ્યોમાં એક મહત્ત્વનું કર્તવ્ય તે સાધર્મિક વાત્સલ્ય છે. કહ્યું છે :
संधार्चादि शुद्धत्यानि प्रतिवर्षंविवेकिता । यथाविधि विधेयानि एकादश मितानि च ।।
[વિવેકી શ્રાવકે દર વરસે સંઘપૂજા આદિ ૧૧ પ્રકારનાં સુકૃત્યો વિધિપૂર્વક કરવાં જોઈએ.]
પૂર્વાચાર્યોએ પર્યુષણ પર્વમાં જે અગિયાર પ્રકારે સુકૃત્યો કરવાનાં ફરમાવ્યાં છે તે આ પ્રમાણે છે :
(૧) સંઘપૂજા, (૨) સાધર્મિક ભક્તિ, (૩) યાત્રા, (૪) જિનમંદિરમાં સ્નાત્રોત્સવ, (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ, (૬) મહાપૂજા, (૭) રાત્રિજાગરણ, (૮) સિદ્ધાંતપૂજા, (૯) ઉજમણું, (૧૦) ચૈત્ય પરિપાટી, (૧૧) પ્રાયશ્ચિત.
આમ, અગિયાર કર્તવ્યમાં સાધર્મિક ભક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક જ્ઞાની ભગવંતોએ પાંચ મુખ્ય પ્રકારે પર્યુષણ પર્વની આરાધના કરવાનું કહ્યું છે : અમારિ પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય, સાંવત્સરિક પ્રતિક્રમણ, પ્રભાવના અને ચૈત્ય પરિપાટી.
ક્યાંક પર્યુષણ પર્વનાં કર્તવ્યો ૨૧ બતાવ્યાં છે. આમ જુદી જુદી રીતે જે કર્તવ્યો બતાવાયાં છે એમાં સાધર્મિક ભક્તિ-સ્વામિવાત્સલ્યને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org