________________
આર્જવા
૧૦૯ કેટલાક દિવસ પછી ફરી એકવાર શિષ્યો મોડા આવ્યા ત્યારે ગુરુદેવે કારણ પૂછયું. શિષ્યોએ કહ્યું, “આપે નટનું નૃત્ય જોવાની ના પાડી હતી, પણ આજે માર્ગમાં એક નટડીનું નૃત્ય ચાલતું હતું એટલે તે જોવા અમે ઊભા રહ્યા હતા.'
ગુરુ મહારાજે સમજાવતાં કહ્યું, “ભાઈ, નટનું નૃત્ય જોવાની ના પાડી ત્યારે એમાં નટડીના નૃત્યની વાત આવી જ ગઈ હતી.”
શિષ્યોએ તરત પોતાની ભૂલ કબૂલ કરી લીધી. તેઓ પ્રાજ્ઞ નહોતા, પણ સરળ હતા.
એવું જ બીજું એક દૃષ્ટાન્ત આપવામાં આવે છે. એક શિષ્ય ભિક્ષામાં ફક્ત એક જ વડું લાવ્યો અને ગુરુ મહારાજને બતાવ્યું. ગુરુ મહારાજે પૂછ્યું : શું આજે ભિક્ષામાં ફક્ત એક જ વડું તને કોઈએ આપ્યું ?'
શિષ્ય કહ્યું, “ના મહારાજ ! વડાં તો વધુ આપ્યાં હતાં, પણ મને થયું કે એમાંથી અડધાં તો આપ મને આપશો જ. એટલે મેં મારા ભાગનાં ગરમાગરમ વડાં ખાઈ લીધાં. પછી થયું કે આપના ભાગનાં વડાં પણ આપ એકલા તો નહીં ખાઓ. એમ સમજીને એમાંથી અડધાં વડાં વળી પાછાં મેં ખાઈ લીધાં. રસ્તામાં એમ કરતાં કરતાં છેવટે આપના ભાગનું એક વડું રહ્યું તે લાવ્યો છું.”
ગુરુએ કહ્યું, “મને મૂકીને આટલાં બધાં વડાં તારે ગળે ઊતર્યા કેવી રીતે ?'
સરળ શિષ્ય કહ્યું, “બતાવું, ગુરુ મહારાજ? આ રીતે ઊતર્યા.' એમ કહી શિષ્ય છેલ્લું વડું પણ ખાઈ લીધું.
આ તો સરળતાના ભાવને સમજવા માટે માત્ર કાલ્પનિક દૃષ્ટાન્તો છે. સમજણ વગરની આ સરળતા છે. બાળકોની, મૂર્ખ માણસોની, ભોળા લોકોની. સામાન્ય સમજણવાળા લોકોની તથા જ્ઞાની પુરુષોની સરળતામાં પણ વિવિધ પ્રકારો હોય છે. આત્મજ્ઞાનમાંથી પરિણમતી અને આત્મજ્ઞાન તરફ લઈ જતી સરળતાનું જ મૂલ્ય મોક્ષમાર્ગમાં સવિશેષ છે.
આત્માર્થી, મુમુક્ષુ જીવમાં સરળતા હોવી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. સરળતાથી અન્ય ગુણો પ્રગટ થાય છે અને દોષોનું નિવારણ થાય છે. સોટ્ટ ૩નુમૂથ અર્થાત્ સરળતાથી શુદ્ધિ થાય છે. અસરળ જીવ જલદી આત્મહિત સાધી શકતો નથી. સરળ પરિણામી જીવ તત્ત્વના તાત્પર્યને તરત પામી શકે છે. વ્યાવહારિક બાહ્ય સરળતા કરતાં આંતરમનની દોષરહિત પારમાર્થિક સરળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org