________________
૧૧૦
જિનતત્ત્વ જીવને અંતર્મુખ થવામાં અને આત્મહિત સાધવામાં ઉપકારક બને છે. માટે પારમાર્થિક સરળતા ઉપાદેય છે. આર્જવ જ્યારે તેની ઉત્તમ કોટિએ પહોંચે છે ત્યારે તે સમ્યક્દર્શન સહિત જ હોય છે.
સરળતાથી ઉદારતા, મધ્યસ્થતા, વિશાળતા ઇત્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે. સરળ જીવ પોતાના દોષોનું અવલોકન કરે છે અને તેનો સ્વીકાર કરી લે છે. તે દોષોને દૂર કરવા માટે તથા પોતાની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે સતત જાગ્રત રહે છે. તે બીજાનો પ્રીતિપાત્ર બને છે. અસરળ જીવ પોતાના દોષોનો સ્વીકાર કરવાને બદલે બચાવ કરે છે. બૌદ્ધિક સ્તરે પોતાના દોષો સમજાતા હોવા છતાં તેના અંતરમાં તેને માટે પ્રીતિ રહે છે. એટલે જ તે બીજાની પ્રીતિ ગુમાવે છે.
- તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો આર્જવ અર્થાત્ સરળતા એ આત્માનો સ્વભાવ છે, ગુણધર્મ છે. આત્માનો એ ગુણ હોવાથી નિગોદના જીવોથી માંડીને સિદ્ધગતિના જીવોમાં એ રહેલો છે. નિગોદમાં એ આવરાયેલો છે અને કેવલી ભગવંતો તથા સિદ્ધગતિના જીવોમાં એ પૂર્ણપણે પ્રકાશિત છે.
પોતાનામાં રહેલા આર્જવના ગુણને પૂર્ણપણે પ્રકાશિત કરવાનું લક્ષ્ય આત્માર્થી જીવોનું હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org