________________
અગિયાર ઉપાસક – પ્રતિમાઓ
૨૩૫ અગિયાર પ્રતિમાનાં નામ આ પ્રમાણે છે : (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા, (૩) સામાયિક પ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) “પડિમા પ્રતિમા' એટલે કાયોત્સર્ગ પ્રતિમા, () અબ્રહ્મવર્જન પ્રતિમા (બ્રહ્મચર્ય પ્રતિમા), (૭) સચિત્ત-વર્જન પ્રતિમા, (૮) આરંભ-વર્જન પ્રતિમા, (૯) પ્રેષ્ય-વર્જન પ્રતિમા, (૧૦) ઉદિષ્ટ-વર્જન પ્રતિમા અને (૧૧) શ્રમણભૂત પ્રતિમા. આ અગિયાર પ્રતિમાઓના ઉદ્દેશ અંગે કહેવાયું છે કે :
विधिना दर्शनाद्यानां प्रतिमानां प्रपालनम् ।
यासु स्थितो गृहस्थोऽपि विशुद्धयति विशेष तः ।। [ જે પ્રતિમાઓનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ હોવા છતાં વિશેષતા વિશુદ્ધ થાય છે, તે “દર્શન' આદિ શ્રાવકની પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું. ]
આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી છ પ્રતિમા જઘન્ય પ્રકારની માનવામાં આવે છે, ત્યાર પછી સાત, આઠ અને નવ એ ત્રણ પ્રતિમાઓને મધ્યમ પ્રકારની અને દસ તથા અગિયાર નંબરની પ્રતિમાને ઉત્તમ પ્રકારની માનવામાં આવી છે.
આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી ચાર પ્રતિમાઓ શ્વેતામ્બર અને દિગંબર પરંપરામાં સમાન છે. પાંચમીથી દસમી પ્રતિમાનાં નામ, ક્રમ અને પ્રકાર અંગે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં થોડોક ફરક છે. એમાં કેટલીક આગળ પાછળ છે તો કેટલીકમાં ભિન્નતા જોવા મળે છે. અગિયારમી પ્રતિમા બંને પરંપરામાં લગભગ સરખી છે. આમ છતાં આ બધી પ્રતિમાઓનો જે મુખ્ય ઉદ્દેશ છે તે તો બંને પરંપરામાં સમાન છે.
શ્વેતામ્બર પરંપરા પ્રમાણે પહેલી પ્રતિમા એક માસ પર્વત, બીજી પ્રતિમા બે માસ પર્વત, ત્રીજી પ્રતિમા ત્રણ માસ પર્વત, ચોથી ચાર મહિના માટે, “પાંચમી પાંચ મહિના માટે એમ અનુક્રમે આગળ વધતાં વધતાં દસમી પ્રતિમા દસ મહિના માટે અને અગિયારમી પ્રતિમા અગિયાર મહિના માટે ધારણ કરવી જોઈએ. દિગંબર પરંપરામાં એક પછી એક પ્રતિમા ધારણ કરવાનો નિશ્ચિત કાળક્રમ હોય તેવું જણાતું નથી. એક પ્રતિમામાં સ્થિર થયા પછી જ બીજી પ્રતિમાની સાધના ઉપાડવાની હોય છે, કારણ કે બીજી પ્રતિમામાં પહેલી પ્રતિમાની સાધના પણ આવી જવી જોઈએ. એ રીતે પછીની પ્રત્યેક પ્રતિમામાં પૂર્વની બધી જ પ્રતિમાઓની સાધના હોવી જ જોઈએ. કોઈ પણ એક પ્રતિમામાં આગળ વધાયું હોય, પરંતુ પૂર્વની કોઈ પ્રતિમામાં કચાશ રહી ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org