________________
૧૪૩
જિનતત્ત્વ
વાસ્તવિક જીવનમાં મિનિટ-કલાક, દિવસ-રાત ઇત્યાદિ કાળની ગણના છે તે વ્યાવહારિક કાળના સ્વરૂપની દૃષ્ટિએ છે. આ કાળને આધારે જ્યોતિષ વિજ્ઞાનની રચના થયેલી છે. આ કાળના આધારે આયુષ્યની ગણતરી થાય છે. આ કાળના આધારે આપણે જીવનક્રમ ગોઠવીએ છીએ, નિશ્ચિત સમયે સ્થળાંતર કરીએ છીએ. બીજાઓને ટાઈમ આપી શકીએ છીએ. એને આધારે બસ, રેલ્વે, વિમાન, જહાજ વગેરે ચાલે છે. એના આધારે નોકરી, વેપારીધંધા, ઉદ્યોગો, સરકારો વગેરે ચાલે છે. એને આધારે વચન અપાય છે અને પળાય છે. પરંતુ આ કાળને વ્યવહારકાળ તરીકે જૈન દર્શનમાં ઓળખવામાં આવે છે.
જૈન દર્શનમાં કાળના વ્યવહારકાળ અને નિશ્યકાળ એવા બે મુખ્ય ભેદ છે. જૈન દર્શન પ્રમાણે આ સમગ્ર વિશ્વ છ દ્રવ્યોનું બનેલું છે : ૧. જીવ, ૨. પુદ્ગલ, ૩. ધર્મ, ૪. અધર્મ, ૫. આકાશ અને ૬. કાળ. આમાં પહેલાં પાંચ તે અસ્તિકાય છે : જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. કાળ અસ્તિકાય કહેવાતો નથી, કારણ કે કાળને અંધદેશરૂપ, પ્રદેશ-સમુદાયરૂપ તિર્યકપ્રચય નથી. સમય, આવલી, સ્તોક, લવ, મૂહૂર્ત, દિવસ, માસ ઇત્યાદિનો પ્રચ એટલે કે સમુદાય થતો નથી. માટે કાળને જીવ, યુગલ વગેરેની જેમ અસ્તિકાય કહેવાતો નથી. કાળને સમયરૂપી પૂર્વાપર પર્યાય છે, પરંતુ એક સમય બીજા સમય સાથે જોડાઈને માટી, પથ્થર વગેરેની જેમ અંધ કે પ્રદેશરૂપ સમુદાય થતો નથી. કાળ દ્રવ્યમાં ભૂતકાળના અનંત સમય છે, વર્તમાનનો એક સમય છે અને ભવિષ્યના અનંત સમય છે, પણ તે કાયમાન' ન હોવાથી કાળને અસ્તિકાય કહેવામાં આવતો નથી.
દરેક દ્રવ્યનો પોતાનો વ્યાવર્તક – આગવો ગુણ છે, જે અન્ય દ્રવ્યમાં નથી. જેમ કે જ્ઞાન ગુણ ફક્ત જીવ દ્રવ્યમાં છે, અન્યમાં નથી; પૂરણગલણ એટલે કે મિલન-વિખરણ ગુણ પુગલ દ્રવ્યમાં છે. અન્ય દ્રવ્યમાં નથી; ગતિસહાયનો ગુણ ધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્યમાં નથી; સ્થિતિ-સહાયક ગુણ અધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી. એ પ્રમાણે ઉત્પાદ- વ્યયરૂપ વર્તના ગુણ ફક્ત કાલ દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી.
સમય” એ કાળનો પર્યાય છે. તે નાશવંત છે. પર્યાય દ્રવ્ય વિના હોઈ ન શકે. એટલે કાલ એક દ્રવ્ય છે. દ્રવ્ય અવિનાશી હોય છે. એ દૃષ્ટિએ કાળને દ્રવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્થાન આપવું કે નહીં એ વિશે ઠેઠ પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org