________________
૧૪૫
જૈન દર્શનમાં કાળની વિભાવના ત્રુટિતાંગની સંખ્યાને ૮૪ લાખ વડે ઉત્તરોત્તર ૨૫ લાખ ગુણીએ તો શીર્ષપ્રહેલિકાની સંખ્યા આવે. એ આંકડો કેટલો આવે તે ચોક્કસાઈપૂર્વક જેન શાસ્ત્રગ્રંથોમાં – ક્ષેત્રસમાસ, પ્રવચન સારોદ્ધાર, બૃહત્સંગ્રહણી, લોકપ્રકાશ ઇત્યાદિ ગ્રંથોમાં આપવામાં આવ્યો છે.
શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ તે સંખ્યાતા વર્ષનો છે. એ પછી એથી વધુ કાળના અસંખ્યાતા વર્ષ ગણાય છે. આવાં અસંખ્યાતા વર્ષનો એક પલ્યોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી. વસ સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીનું એક કાલચક્ર. (સવાર્થસિદ્ધ વિમાનના દેવનું અથવા સાતમી નરકના જીવનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.)
અનંત કાળચક્ર બરાબર એક પુદ્ગલપરાવર્તન થાય છે.
અવસર્પિણી અને ઉત્સર્પિણીના પ્રત્યેકના છ આરા છે. અવસર્પિણીના સુષમાસુષમા નામનો પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે. બીજો સુષમા નામનો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો, ત્રીજો સુષમાદુષમા નામનો આરો બે કોડાકોડી સાગરોપમનો, ચોથો દુષમાસુષમા નામનો આરો એક કોડાકોડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછાં એટલા કાળનો હોય છે. પાંચમો દુષમા નામનો આરો જે હાલ ચાલી રહ્યો છે તે એકવીસ હજાર વર્ષનો છે. અને છઠ્ઠો દુષમાદુષમા નામનો આરો પણ એકવીસ હજાર વર્ષનો છે.
ઉત્સર્પિણીમાં આનાથી ઊલટો ક્રમ હોય છે. એમાં પહેલો આરો દુષમાદુષમા, બીજો આરો દુષમા, ત્રીજો આરો દુષમાસુષમા, ચોથો આરો સુષમાદુષમા, પાંચમો આરો સુષમા અને છઠ્ઠો આરો સુષમાસુષમા છે. દરેક આરાનો કાળ તેના નામ પ્રમાણે હોય છે. આમ દસ કોડાકોડી સાગરોપમની અવસર્પિણી અને દસ કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી એમ મળીને વસ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય છે.
પુદ્ગલપરાવર્તનના આઠ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ભેદ અને તે દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ. એમ બધાં મળી આઠ ભેદ પુદ્ગલ-પરાવર્તન થાય છે. એનો આખો જુદો વિષય છે.
જૈન દર્શનમાં આવી રીતે ગણતરી કરવામાં આવેલા કાળને વ્યવહારમાળ તરીકે ઓળખવામાં આવે છે. એ મનુષ્યલોકમાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org