________________
લેશ્યા
૨૭૯ પ્રયોજ્યો છે. “સુખાસી-કામ.' દીક્ષા ગ્રહણ કરનાર અણગાર મુનિને જે આત્મિક સુખનો અનુભવ થાય છે તે સુખ દેવોના સુખથી ચડિયાતું હોય છે. એ માટે કહ્યું છે કે જે શ્રમણ નિગ્રંથ આર્યત્વમાં એટલે પાપરહિતપણે વિચરે છે તે જો એક માસની દીક્ષા પર્યાયવાળો હોય તો વાણવ્યંતર દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે એટલે એ દેવોના સુખ કરતાં વધુ આત્મિક સુખ અનુભવે છે. એ પ્રમાણે બે માસની, ત્રણ માસની, યાવત્ બાર માસની દીક્ષા પર્યાયવાળા, પાપરહિત વિચારવાળા અણગાર ઉત્તરોત્તર અનુક્રમે વધુ ઊંચા દેવલોકના દેવની તેજોલેશ્યાને અતિક્રમે છે. બાર માસની દીક્ષા પર્યાયવાળા અણગારની તેજાલેશ્યા અનુત્તરોપપાતિક દેવોની તેજાલેશ્યાને અતિક્રમે છે.
આમ, ત્રણ પ્રકારની તેજોલેશ્યા બતાવવામાં આવી છે.
લેશ્યા અને કષાયનો અવિનાભાવ સંબંધ નથી. એટલે કે જ્યાં કષાય છે ત્યાં લેશ્યા અવશ્ય હોય જ છે, પણ જ્યાં લેશ્યા હોય તો ત્યાં કષાયો હોવા જ જોઈએ એવું નથી. એનું ઉદાહરણ કેવળજ્ઞાનીની વેશ્યા છે. કેવળજ્ઞાન થયા પછી કેવળજ્ઞાનીને ફક્ત એક શુકલ લેશ્યા જ હોય છે, પરંતુ કેવળજ્ઞાનીને કષાય હોતા નથી.
લેશ્યા અને યોગ (મન, વચન કે કાયાના અથવા ત્રણેના) વચ્ચેનો સંબંધ અવિનાભાવ છે. જ્યાં યોગ છે ત્યાં લેશ્યા છે અને જ્યાં લેશ્યા છે ત્યાં યોગ છે. લેશ્યા માટે મન, વચન અને કાયા એ ત્રણેના યોગ સાથે હોવા અનિવાર્ય નથી. એકેન્દ્રિય જીવોમાં ફક્ત કાયયોગ હોય છે. તેઓને વચનયોગ અને મનોયોગ ન હોવા છતાં તેઓને વેશ્યા હોય છે. સયોગી કેવળીને શુકલ લેગ્યા હોય છે. અયોગી કેવળી અલેશી હોય છે.
લેશ્યાનો જ્ઞાન-અજ્ઞાન સાથે સંબંધ કેવો છે એ વિશે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે કલેશ્યાથી પાલેશ્યાવાળા જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. શુકલલેશ્યાવાળા જીવોમાં પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અલેશી જીવમાં નિયમથી ફક્ત એક કેવળજ્ઞાન હોય છે.
જેમ જેમ વેશ્યાની વિશદ્ધિ થતી જાય તેમ તેમ જ્ઞાનની વિશુદ્ધિ થતી જાય છે. વિશુદ્ધ જ્ઞાન માટે લેગ્યાની વિશુદ્ધિ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે વિશુદ્ધ લેશ્યા હોય તો જ જાતિસ્મર જ્ઞાન થાય છે અને તો જ અવધિજ્ઞાન થાય છે.
મન:પર્યવ જ્ઞાન અતિશય વિશુદ્ધ જ્ઞાન છે અને કૃષ્ણલેશ્યા તો સંક્લિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org