________________
લેશ્યા
૨૭૩
કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ અને શુકલ એ છએ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી હોય છે, જેમ કે કૃષ્ણ લેશ્યાની સ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી. તે જ પ્રમાણે શુકલ લેશ્યાની સ્થિતિ છે. નીલ, કપોત, તેજો અને પદ્મ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી છે.
તિર્યંચ ગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર ત્રણ, ચાર કે છ લેશ્યા હોય છે. જેમ કે કેટલાક એકેન્દ્રિય જીવોમાં કૃષ્ણ, નીલ, કપોત એમ ત્રણ લેશ્યાઓ હોય છે, અને કેટલાક જીવોમાં તેજોલેશ્યા સહિત એમ ચાર લેશ્યાઓ હોય છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં ત્રણ લેશ્યા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલાકમાં ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે અને કેટલાકમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ લેશ્યાઓ હોય છે.
મનુષ્ય ગતિના જીવોમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ એમ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યગતિના જીવો ચૌદમે ગુણસ્થાનકે અલેશી હોય છે. અકર્મભૂમિના મનુષ્યોમાં ચાર લેશ્યા હોય છે અને સંમૂર્ચ્છિમ મનુષ્ય જીવોમાં ત્રણ લેશ્યા હોય છે.
જીવ આત્મિક વિકાસ કરતો કરતો ઉપર ચડે છે. જૈન દર્શનમાં આત્મિક વિકાસનાં આવાં ચૌદ પગથિયાં-ચૌદ ગુણસ્થાન બતાવવામાં આવ્યાં છે. નીચેથી ઉપરના ગુણસ્થાને આરોહણ કરતા જીવોમાં કયે કયે ગુણસ્થાને કઈ કઈ લેશ્યાઓ હોય છે તે ભગવતીસૂત્રમાં બતાવ્યું છે.
આમાં પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવમાં છએ લેશ્યાઓ-કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ અને શુકલ એ છ લેશ્યાઓ હોય છે. સાતમે ગુણસ્થાને ત્રણ શુભ લેશ્યાઓ-પીત, પદ્મ અને શુકલ એ લેશ્યાઓ હોય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધી જીવને એક માત્ર શુકલ લેશ્યા હોય છે. તેરમે ગુણસ્થાને જીવને ૫૨મ શુકલ લેશ્યા હોય છે. આમ, પહેલાથી તેરમા ગુણસ્થાન સુધી શુકલલેશ્યા અવશ્ય હોય છે. ચૌદમે ગુણસ્થાને જીવ અલેશી એટલે કે લેશ્યારહિત હોય છે.
નારકીના જીવોમાં લેશ્યા નીચે પ્રમાણે હોય છે :
एवं सत्तवि पुढवीओ नेयव्वाओ णावत्तं लेसासु । काऊ य दोसु तहवाए मीसिया नीलिया चउत्थीए । पंचमियाए मीसा कण्हा तत्तो परम कण्हा ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org