________________
નમો લોએ સવ્વસાહૂણં
૨૦૩ સત્તાવીસ-એમ બધા મળીને ૧૦૮ ગુણ થાય છે. સાધુ ભગવંતના ૨૭ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે :
(૧) પાંચ મહાવ્રતને પાળનાર (૨) રાત્રિભોજનનો ત્યાગ (૩) છકાય જીવની રક્ષા (૪) પાંચ ઈન્દ્રિય ઉપર સંયમ (૫) ત્રણ ગુપ્તિનું પાલન (૯) લોભ નિગ્રહ-લોભ ન રાખે (૭) ક્ષમા ધારણ કરે (૮) મનનિગ્રહ-ચિત્ત નિર્મળ રાખે (૯) પડિલેહણ કરે (૧૦) સંયમમાં રહે (૧૧) પરીષહ સહન કરે (૧૨) ઉપસર્ગ સહન કરે
૨૭ ગુણ આ સત્તાવીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે અને એ રીતે સત્તાવીસ સત્તાવીસી પણ બનાવવામાં આવી છે.
જૈન ધર્મે સાધુઓનો આદર્શ ઘણો જ ઊંચો રાખ્યો છે. દુનિયાના વિવિધ ધર્મોમાં ગૃહજીવન છોડી, સાધુનો વેશ ધારણ કરી ત્યાગમય જીવન જીવનારા ઘણા છે, પરંતુ જે રીતે જૈન સાધુઓ પોતાનું દીક્ષિત જીવન જીવે છે અને એની તોલે દુનિયામાં કોઈ ન આવે. અંતરમાં સાચી દઢ શ્રદ્ધા અને મોક્ષાભિલાષા ન હોય તો આવા કષ્ટભર્યા સાધુજીવનનો સ્વીકાર ન થઈ શકે. એટલે જ કહેવાયું છે કે જે સહન કરે તે સાધુ.
જીવ ઘરસંસાર છોડી દીક્ષિત થાય છે એ જીવનનું એક મોટું પ્રસ્થાન છે. “દીક્ષા' શબ્દની લૌકિક વ્યુત્પત્તિ કેટલાક આવી રીતે બતાવે છે : “દી” એટલે દીનતા” અને “ક્ષા' નો “ક્ષ” એટલે “ક્ષય'. દીનતાનો ક્ષય કરાવે એનું નામ દીક્ષા. દીક્ષા લીધા પછી જ્યારે સ્વાધીનતાનું સુખ અનુભવવા મળે છે ત્યારે દીનતાનો જીવનમાંથી આપોઆપ ક્ષય થઈ જાય છે. સાધુની સાધુતાની જે મસ્તી છે તેમાં દીનતા, લાચારી, પરાધીનતા ટકી શકે નહીં.
ગૃહસ્થ વ્યક્તિ જ્યારે મુનિપણાની દીક્ષા લે છે ત્યારે તેની પાસે “કરેનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org