________________
સિદ્ધ પરમાત્મા - તદુપરાંત “નમો સિદ્ધાણ'ના જાપ અને ધ્યાનથી “ગરિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કારણ કે “સિદ્ધાણં' પદમાં ત્રણે ગુરુ માત્રાઓ રહેલી છે, સિદ્ધપદ પાંચે પદમાં મોટું છે – ગુરુ છે અને તેમાં સિદ્ધા' પદ સિદ્ધેશ્વરી યોગિની માટે વપરાય છે અને તે ગરિમા સિદ્ધિ આપનાર છે. આમ, “નમો સિદ્ધાણં'ના જાપ તથા ધ્યાનથી આવા લૌકિક લાભો થાય છે. અલબત્ત, સાધકનું લક્ષ્ય તો સિદ્ધપદ પામવાનું જ હોવું જોઈએ.
નવપદજીમાં, સિદ્ધચક્રમાં સિદ્ધ પરમાત્માનો રંગ બાલ સૂર્ય જેવો લાલ બતાવવામાં આવ્યો છે અને તે રંગની એમની આકૃતિનું ધ્યાન ધરવાનું ફરમાવવામાં આવ્યું છે. પંચ પરમેષ્ઠિમાં અરિહંતનો શ્વેત, સિદ્ધનો લાલ, આચાર્યનો પીળો, ઉપાધ્યાયનો લીલો અને સાધુનો કાળો એમ રંગો બતાવવામાં આવ્યા છે. વસ્તુતઃ પંચ પરમેષ્ઠિઓનો પોતાનો આવો કોઈ રંગ હોતો નથી. પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓએ પંચ પરમેષ્ઠિના ધ્યાન અને આરાધના માટે આ પ્રતીકરૂપ રંગોની સહેતુક સંકલના કરી છે અને તે યથાર્થ તથા રહસ્યપૂર્ણ છે. સિદ્ધ પરમાત્માએ આઠે કર્મોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે એટલે કર્મરૂપી ઇંધનને બાળનાર અગ્નિના પ્રતીકરૂપે તેમનો રંગ લાલ રાખવામાં આવ્યો છે. સિદ્ધ પરમાત્માએ પોતાના આત્માને તપાવીને, સર્વ કર્મનો ક્ષય કર્યો. તપાવેલું રક્તવર્ણ સોનું જેમ મલિનતા વિનાનું, સાવ શુદ્ધ થઈ જાય છે તેમ સિદ્ધ પરમાત્માના વિશુદ્ધ આત્માનું ધ્યાન તપાવેલા સુવર્ણ જેવા રક્ત રંગથી કરવાનું હોય છે. જેમ સંપૂર્ણ નિરામય માણસનું રક્ત લાલ રંગનું હોય છે, તેમ કર્મના કોઈપણ પ્રકારના રોગથી રહિત સિદ્ધ પરમાત્માનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. મંત્રશાસ્ત્રમાં રક્તવર્ણ વશીકરણ-આકર્ષણના હેતુ માટે મનાય છે. સિદ્ધાત્માઓ મુક્તિરૂપી વધુનું આકર્ષણ કરનારા છે, તેથી તથા જગતના સર્વ જીવોને પોતાના તરફ આકર્ષી રહ્યા છે, તેથી તેમનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ સૌભાગ્યનો મનાય છે. શુકનવંતો ગણાય છે. સિદ્ધ પરમાત્માઓ મુક્તિરૂપી લક્ષ્મીનું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય અપાવનારા છે માટે લાલ રંગથી એમનું ધ્યાન ધરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ ઘણે દૂર સુધી જોઈ શકાય છે. (સિગ્નલ વગેરેમાં એટલે જ લાલ રંગ વપરાય છે.) સિદ્ધ પરમાત્મા ચૌદ રાજલોકના ઠેઠ ઉપરના છેડે બિરાજમાન છે, છતાં સારી આંખવાળા (સમ્યફ દૃષ્ટિવાળા) જીવો એમને પોતાના ધ્યાનમાં જોઈ શકે છે. લાલ રંગ ચેતવણીનો, થોભી જવાનો રંગ છે. સિદ્ધ પરમાત્મા આપણને નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org