________________
થાપનીય સંપ્રદાય વિશે આધારભૂત ગ્રંથ
૩પ૭ તર્કપૂત વિચારણા કરી છે. અચેલકત્વ વિશે પણ એમણે ઐતિહાસિક અને ભૌગોલિક સંદર્ભમાં, ગ્રંથો, અભિલેખો, પ્રતિમાઓ વગેરેનો આધાર આપીને તલસ્પર્શી મીમાંસા કરી છે.
આમ ડૉ. સાગરમલજીએ યાપનીય સંઘ વિશે એક વિશાળકાય અધિકૃત ગ્રંથ આપ્યો છે. એ માટે એમણે જૈન અને બૌદ્ધ પરંપરાના કેટલા બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે ! એમણે પોતાના વિષયને તો યથાર્થ ન્યાય આપ્યો જ છે, પણ વાચકને તો એમાંથી બીજી અનેક બાબતો વિશે પણ સારી જાણકારી મળી રહે છે. આ બધામાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તેઓ ક્યાંય પણ સાંપ્રદાયિક અભિનિવેશમાં સરી પડતા નથી. એમની સમુદાર મધ્યસ્થ દષ્ટિ એમને અને એમના આ ગ્રંથને ગૌરવ અપાવે એવી છે. એ બદલ તેઓ આપણા અભિનંદનના અધિકારી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org