________________
નિગોદ
૨૨૩ | સમાવગાહી નિગોદોનો દરેકનો સંપૂર્ણ ભાગ અને વિષમાવગાહી નિગોદોનો દરેકનો દેશ ભાગ જે અમુક નિગોદાવગાહ ક્ષેત્રમાં અવગાહ્યો છે એવા નિગોદગોળાને સર્વગોળા કહેવામાં આવે છે.
આ રીતે ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતા નિગોદો છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવો છે. એટલા માટે “નિગોદછત્રીસી'માં કહ્યું છે :
गोला य असंखिज्जा, हंति निगोया असंखया गोले ।।
इक्किक्को य निगोओ, अणंत जीवो मुणेयब्बो ।।१२।। [ ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે તથા એક એક નિગોદમાં અનંતા જીવો છે એમ જાણવું. ]
નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાયનું શરીર. અગાઉ બતાવ્યું તેમ સાધારણ વનસ્પતિકાયના બે પ્રકાર છે :
(૧) સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને (૨) બાદર સાધારણ વનસ્પતિકાય. આ બંનેના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદ હોય છે. એ રીતે ચાર ભેદ થાય છે : (૧) સુક્ષ્મ અપર્યાપ્તા નિગોદ, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદ (૩) બાદર અપર્યાપ્તા નિગોદ અને (૪) બાદર પર્યાપ્તા નિગોદ. કહ્યું છે :
एवं सुहुमणिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि ।
बायर णिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि ।। સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયરૂપ નિગોદ ચોદ રાજલોકમાં એટલે કે સમગ્ર લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત છે. સર્વ લોકાકાશમાં એવું કોઈ સ્થળ નથી એટલે કે એવો કોઈ આકાશપ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મ નિગોદ ન હોય. આ સૂક્ષ્મ નિગોદ નથી છેદાતી, નથી ભેદાતી, નથી બળતી, નથી બાળતી, નથી ભીંજાતી કે નથી શોષાતી.
બાદર સાધારણ કાયરૂપ નિગોદના જીવો સર્વત્ર નથી, પણ જ્યાં જ્યાં કાચું જળ છે, લીલ છે, ફૂગ છે અને જ્યાં જ્યાં કંદમૂળ આદિ રૂપે વનસ્પતિ છે
ત્યાં ત્યાં બાદર નિગોદ છે. બાદર નિગોદ નિયતસ્થાનવર્તી છે. તે નિરાધારપણે રહી શકતી નથી. તે બાદર પૃથ્વીકાય વગેરે જીવના શરીરના આધારે રહે છે. આ રીતે બાદર નિગોદ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
નિગોદના જીવોને બીજા બે પ્રકારે પણ ઓળખાવાય છે. તે છે અવ્યવહારરાશિ' નિગોદ અને વ્યવહારરાશિ' નિગોદ. એમાં ‘વ્યવહાર' અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org