________________
જિનતત્વ જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ. આતમરામ રમાપતિ સમરો
તે સિદ્ધ સહજ સમાધિ રે. પંડિત દોલતરામજીએ “છહ ઢાળામાં સિદ્ધ પરમાત્માનું વર્ણન કરતાં લખ્યું છે :
જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહેતા,
તે હે નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ અનન્તા. [જ્ઞાન એ જ માત્ર જેઓનું હવે શરીર છે અને જેઓ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ ત્રિવિધ પ્રકારના કર્મના મલથી રહિત છે એવા નિર્મળ સિદ્ધ પરમાત્મા અનંત કાળ સુધી અનંત (અસીમિત) સુખ ભોગવે છે.].
પ્રત્યેક સંસારી જીવમાં સિદ્ધત્વ સત્તાથી રહેલું છે, પરંતુ તે કર્મના આવરણથી યુક્ત છે. જીવોમાંથી ફક્ત ભવ્ય જીવો સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય કે જાતિભવ્ય જીવો ક્યારેય સિદ્ધગતિ પામી શકવાના નથી. ભવ્ય જીવોમાંથી પણ કોણ, ક્યારે, કેટલી સંખ્યામાં સિદ્ધગતિ પામી શકે તે વિશે આગમ સૂત્રોમાં સ્પષ્ટ વિધાનો છે. ઉ. ત. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે :
जीवेण भन्ते । सिज्झमाणे कयरंमि आउए सिज्झइ ? गोयमा । जहन्नेणं साइरेगट्ठवासाए उक्कोसेणं पुबकोडियाउए सिज्झइ ।।
ભિગવન્! જીવ કેટલા આયુષ્યમાં સિદ્ધમુક્ત થઈ શકે છે ? ગૌતમ ! જઘન્ય આઠ વર્ષથી અધિક આયુષ્યમાં અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વના આયુષ્યમાં જીવ સિદ્ધ થઈ શકે છે.]
“સિદ્ધપ્રાભૃત”, “સિદ્ધપંચાશિકા', “નવતત્ત્વપ્રકરણ' વગેરે ગ્રંથોમાં સિદ્ધપદની આઠ દ્વારે, નવ દ્વારે અને પંદર વારે એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પ્રરૂ પણા કરવામાં આવી છે. આઠ દ્વાર આ પ્રમાણે છે : (૧) સતુ પદ, (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાવ, (૮) અલ્પબહત્વ. આ આઠ દ્વારમાં ભાગદ્વાર' ઉમેરી નવ દ્વારે વિચારણા કરવામાં આવે છે. સિદ્ધપદની પંદર દ્વારે પ્રરૂપણા આ પ્રમાણે કરવામાં આવે છે : (૧) ક્ષેત્ર, (૨). કાળ, (૩) ગતિ, (૪) વેદ, (૫) તીર્થ, (૯) લિંગ, (૭) ચારિત્ર, (૮) બુદ્ધ, (૯) જ્ઞાન, (૧૦) અવગાહના, (૧૧) ઉત્કર્ષ, (૧૨) અંતર, (૧૩) અનુસમય, (૧૪) ગણના અને (૧૫) અલ્પબદુત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org