________________
૨૫૮
જિનતત્ત્વ (૩) તેજસ પુગલ પરાવર્ત, (૪) કાર્મણ પુગલ પરાવર્ત, (૫) મન પુગલ પરાવર્ત, (૬) વચન પુદ્ગલ પરાવર્ત અને (૭) શ્વાસોચ્છવાસ પુગલ પરાવર્ત.
જીવે જ્યારે જ્યારે ઔદારિક શરીર ધારણ કર્યું હોય ત્યારે દારિક વર્ગણાના લોકવર્તી સમસ્ત પુદ્ગલોને ક્રમશ: ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરે અને પરિણાવે. એમાં જેટલો કાળ પસાર થાય તેને ઔદારિક પરાવર્ત કહે છે. એ રીતે સંસારચક્રમાં પરિભ્રમણ કરતો જીવ, ક્રમશ: ઔદારિક વગેરે સાતે પ્રકારની વર્ગણાના સમસ્ત પુદ્ગલ પરમાણુઓને પરિણમાવે ત્યારે સાતે વર્ગણાનો એક પરાવર્ત પૂરો થાય.
જીવે જે ગતિમાં જે પ્રકારનો દેહ ધારણ કર્યો હોય તેને અનુરૂપ વર્ગણાના પુગલ પરમાણુઓને તે પરિણમાવે છે. ઉદાહરણ તરીકે જીવ મનુષ્ય હોય તો વૈક્રિય વર્ગણાના પુદગલોને ન પરિણમાવી શકે. જો તે દેવગતિમાં કે નરકગતિમાં હોય ત્યારે તે તેટલો વખત ઔદારિક પુદ્ગલોને ન પરિણાવી શકે. એ પ્રમાણે જીવ જો અસંજ્ઞી હોય તો તે વખતે તે મનવણાના પુદગલોને ન પરિણમાવી શકે. નરક ગતિના જીવે પૂર્વના જન્મોમાં ઔદારિક પગલ પરાવર્ત અનંતવાર કર્યા હોય. આ પ્રમાણે જુદી જુદી ગતિના જીવો વિશે તે ગતિ અનુસાર પૂર્વજન્મ વિશે કથન કરવામાં આવે છે. પૂર્વજન્મોમાં સર્વ જીવોએ અનાદિ કાળથી સંસાર પરિભ્રમણ કરવામાં સાત વર્ગણાના પ્રકારના અનંત પુદ્ગલ પરાવર્ત કર્યા છે. અનાગત એટલે કે ભવિષ્ય કાળની દૃષ્ટિએ વિચારીએ તો અભવ્ય જીવો સાતે પ્રકારનાં પુગલ પરાવર્ત કરશે, કારણ કે તેમનો મોક્ષ નથી. બીજા બધા જીવો માટે અનાગત કાળ વિશે જુદી જુદી સ્થિતિ હોઈ શકે.
ઔદારિક શરીરવાળો જીવ ઔદારિક વર્ગણાના પુદ્ગલોનું પરાવર્તન કેવી રીતે કરે છે તે વિશે ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ગૌતમસ્વામીને કહ્યું છે કે તે જીવે પ્રથમ દારિક શરીરના નિર્માણને યોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે, પછી તેને આત્મપ્રદેશોની સાથે બદ્ધ કર્યા છે. (શરીરમાં ધૂળની જેમ પહેલાં સ્પર્શ કર્યો છે) પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામરૂપે પરિણમિત કર્યા છે, તેને પ્રસ્થાપિત કર્યા છે, તેને નિવિષ્ટ કર્યા છે (પોતે તેનો પ્રવેશ કરાવ્યો છે), અભિનિવિષ્ટ કર્યા છે (આત્માની સાથે સંપૂર્ણપણે સંલગ્ન કરાવ્યા છે), અભિસમન્વાગત કર્યા છે (પુગલોનો રસાનુભવ કર્યો છે), પરિહાર કર્યા છે (સર્વ અવયવોથી રસાનુભવ કર્યો છે,
Jain Education International
. For Private & Personal Use Only
www.jainelibrary.org