________________
પુદ્ગલ – પરાવર્ત
૨૫૭ રમત નં. ૪
આગળ પ્રમાણે ચાર રંગના કાગળ અને ચાર રંગવાળી સોગઠી રાખવાની. પણ હવે દરેક રંગના કાગળમાં આંકડાઓ ઉપર એકથી ૧૦૦ સુધી અનુક્રમે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડા નીકળે તે છોડી દેવાના. એટલે આગળ પ્રમાણે ચાર પરાવર્તન અનુક્રમે જ થશે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું પ્રત્યેકનું અનુક્રમે પરાવર્તન થયું કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય.
અહીં તો સમજવા માટે રમતમાં આપણે એકથી ૧૦૦ સુધીના આંકડા ઉદાહરણ સ્વરૂપે રાખ્યા. જો કે આ રમતો સંપૂર્ણ નથી, પણ બાળજીવોને સમજવા માટે છે. પણ એ આંકડા એકથી લાખ, કરોડ કે અબજ સુધીના નહીં, પણ અસંખ્યાતા કે અનંતા હોય તો આ રમત રમતાં કેટલો બધો સમય લાગે ? આપણી કલ્પનામાં પણ ન આવે એટલો સમય લાગે.
અલબત્ત, આ પુદ્ગલ પરાવર્તનમાં એક સેકન્ડનો, એક “સમય” માત્રનો બગાડ થતો નથી. રમત સતત ચાલુ જ રહે છે – એક ભવથી બીજા ભવ સુધી અને ભવોભવ સુધી એ પ્રમાણે ચાલ્યા જ કરે છે.
વળી, આવી રીતે એક પરાવર્તન થયું એટલે રમત પૂરી થઈ ગઈ એવું નથી. એક પ્રકારના પરાવર્તન પછી તરત જ – તત્ક્ષણ તે પ્રકારનું બીજું પરાવર્તન ચાલુ થઈ જાય છે. એમ અનંત પરાવર્તન કરતો જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારે પ્રકારના પુદ્ગલ પરાવર્તન વિશે વિગતે જોઈએ.
સ્થૂલ અને સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવ' નામની કૃતિમાં કહ્યું છે :
औदारिकवैक्रिय तेजसभाषाप्राणचित्त कर्मतया ।
सर्वाणुपरिणतेर्भे स्थूलोऽभूत्पुदगलावर्तः ।। [ ઔદારિક, વૈક્રિય, તેજસ, ભાષા, પ્રાણ (શ્વાસોચ્છવાસ), મન અને કર્મ-એ સાતે વર્ગણાના સર્વ અણુઓને પરિણમાવવાથી (ગ્રહણ કરીને મૂકવાથી) પૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય છે. ]
પુદ્ગલ પરમાણુઓના વર્ગણાની દૃષ્ટિએ સાત પુદ્ગલ પરાવર્ત ગણાવવામાં આવે છે, જેમ કે (૧) ઔદારિક પુગલ પરાવર્ત, (૨) વૈક્રિય પુદ્ગલ પરાવર્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org