________________
પુલ – પરાવર્ત
૨૫૯ અન્ય રૂપે પરિણામિત કર્યા છે), નિજીર્ણ (ક્ષીણ રસવાળા) કર્યા છે, નિ:સૂત અને નિઃસૃષ્ટ (પૃથફ) કર્યા છે અને એ રીતે તે પુદ્ગલો આત્મપ્રદેશોથી પૃથક અર્થાત્ છૂટા થયા છે.
આમ, જીવ પોતાના શરીરમાં ઔદારિક પુદ્ગલો ગ્રહણ કરીને, પરિણમાવીને પછી છોડી દે છે. એમાં ગૃહિત, બદ્ધ, સૃષ્ટ, કૃત, પ્રસ્થાપિત, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, પ્રસ્થાપિત, પરિણામિત, નિજીર્ણ, નિઃસૃત અને નિઃસૃષ્ટ એમ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. એવી જ રીતે પ્રત્યેક વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ વિશે આ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે.
- ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી ગણધર શ્રી ગૌતમસ્વામીને કહે છે :
હે ગૌતમ ! સૌથી ઓછાં વૈક્રિય પુદ્ગલ-પરિવર્તન છે. એનાથી અનન્તગુણા વધારે વચન – પુદ્ગલ પરિવર્તન છે. એનાથી અનંતગુણા મન:પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા આન-પ્રાણ (શ્વાસોચ્છવાસ) પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા ઔદારિક પુદ્ગલ- પરિવર્ત છે. એનાથી અનંતગુણા તેજસુ પુદ્ગલ-પરિવર્ત છે અને એનાથી અનંતગુણા કારણ પુદ્ગલ પરિવર્ત છે.
બીજી બાજુ આ સાતે વર્ગણાના પુગલ પરાવર્તના નિર્તના (નિષ્પત્તિ) કાળનું અલ્પબદુત્વ કેવું છે તે વિશે ભગવાને કહ્યું છે કે સૌથી થોડો નિવર્તના કાળ કાર્મણ પુદ્ગલ પરાવર્તનો છે. એનાથી તેજસ પુગલનો કાળ અનંતગુણો છે. એનાથી ઔદારિક પુદ્ગલનો કાળ અનંતગુણો છે, એનાથી શ્વાસોચ્છવાસ પુદ્ગલનો કાળ અનંતગુણો છે. એનાથી મન પુદ્ગલનો કાળ અનંતગુણો છે. એનાથી વચન પુદ્ગલનો કાલ અનંતગુણો છે અને એનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્તનનો નિર્તના કાળ અનંતગુણો છે.
આ પ્રમાણે ચૌદ રાજલોકમાં રહેલા સાત વર્ગણાના સર્વ પુદ્ગલ પરમાણુઓનો ઉપભોગ થતાં એટલે કે ગ્રહણ કરીને મૂકી દેતાં જે પરાવર્ત થાય તેને સ્કૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહે છે.
સંસારમાં ભ્રમણ કરતો જીવ ચૌદ રાજલોકમાં રહેલા સર્વ પરમાણુને સાત વર્ગણામાંથી અનુક્રમે એક પછી એક વર્ગણારૂપે પરિણમાવે એટલે કે ગ્રહણ કરીને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org