SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ (૩) ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ બે સિદ્ધ થાય. તેમની અવગાહના ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગૂલ જેટલી રહે. (ઋષભદેવ ભગવાનના કાળમાં તેમના સહિત ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા ૧૦૮ જીવો એકસાથે એક સમયમાં મોક્ષે ગયા તેને અચ્છેરા તરીકે ગણવામાં આવે છે.) તીર્થકરો હંમેશાં જઘન્યથી સાત હાથની કાયાવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યની કાયાવાળા જ સિદ્ધ થાય. મરુદેવી માતા પ૨૫ ધનુષ્યની કાયાવાળાં હતાં, પરંતુ બેઠાં બેઠાં મોક્ષે ગયાં હતાં. એટલે તેમની અવગાહના તેટલી ઓછી હતી. કાળ આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય : (૧) પહેલા અને બીજા આરામાં એક સમયમાં વધુમાં વધુ ચાર સિદ્ધ થાય. (૨) ત્રીજા અને ચોથા આરામાં એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. (૩) પાંચમા આરામાં અને છઠ્ઠાના આરંભમાં એક સમયમાં વધુમાં વધુ ચાર સિદ્ધ થાય. વળી, ‘સિદ્ધ પંચાશિકા'માં બતાવ્યું છે, તેમ આસન આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય : उम्मंथिअ उद्धड्रिअ, उक्कडि वीरासणे निउंजे अ । पासिल्लग उत्तापण सिद्धा उ कमेण संखगुणआ ।। [ઉન્મથિત આસને સિદ્ધ થયેલા થોડા, તેથી ઊર્ધ્વસ્થિત આસને, ઉત્કટ આસને, ઉત્કટ આસને, વીરાસન, ન્યુન્શાસને (નીચી દૃષ્ટિ રાખી બેઠેલા), પાસિલગ આસને (એક પડખે સૂઈ રહેલા), તથા ઉત્તાનાસને (ચત્તા સૂઈ રહેલા) સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાનાગુણા જાણવા.) પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે : तीसा अडयाला सट्ठी बावत्तरि य बोधव्वा । चुलसीई छिन्नुवई य दुरहिय अठुत्तरसयं च ।। એક સમયમાં (સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્ષણમાં) વધુમાં વધુ કેટલા જીવો સિદ્ધગતિ પામી શકે ? અને તે નિરંતર કેટલા સમય સુધી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy