________________
૩૧૪
જિનતત્ત્વ વાચક ઉમાસ્વાતિએ પણ કહ્યું છે :
जात्यादि मदोन्मत्त: पिशाचवद भवति दःख्रिश्चेह ।
जात्यादिहीनतां परभवे च नि:संशय लभते । અર્થાત્ જાતિ, કુળ, ધન, રૂપ, ઐશ્વર્ય વગેરેથી મદોન્મત્ત બનેલા માણસો પિશાચની જેમ દુ:ખ પામે છે. વળી પરભવમાં તેઓ હીન ગતિ, નીચી ગતિ મેળવે છે એમાં સંશય નથી.
હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે : પુર્વ મ પુનસ્તાન, હીના નમતે નર: | અર્થાત્ માણસ જો જાતિ, કુળ, રૂપ ધન વગેરેનું અભિમાન કરે તો તેવાં કર્મના ફળરૂપે માણસને તે તે વિષયમાં આ ભવે કે ભવાન્તરમાં હીનતા સાંપડે છે.
એટલે માર્દવ ગુણની પ્રાપ્તિ માટે જીવે વારંવાર એવી ભાવના ભાવવી જોઈએ કે પોતાને જે ધન મળ્યું છે તે અનિત્ય છે. પોતાનું રૂપ ગમે તેવું ઉત્કૃષ્ટ હોય તો પણ એક દિવસ એ રૂપ કરમાઈ જશે અથવા એક દિવસ પ્રાણ જતાં એ રૂપને લોકો બાળી નાખશે. આ જીવ કેટલીયે વાર નીચ જાતિમાં જન્મ્યો છે અને ભવાત્તરમાં પણ કદાચ નીચ જાતિ મળે. માટે જાતિ, કુળ વગેરે અનિત્ય છે. કોઈનાં જાતિ, કુળ, ધન વગેરે અનંતકાળ સુધી રહેવાનાં નથી. જો આ બધું જ અનિત્ય છે, તો પછી તેને માટે નિત્ય એવા મારા આત્માને નીચે શા માટે પાડું ? આ રીતે અનિત્યભાવના દ્વારા માર્દવની ભાવનાનું સેવન કરવું જોઈએ.
જ્યાં સુધી જીવને પોતાના દેહ સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી “હુંપણાનો અથવા “મારાપણા'નો ભાવ એને રહેવાનો. દેહ સાથે સંકળાયેલી સર્વ બાબતો એને પોતાની લાગવાની. એ માટે પ્રિય અપ્રિયનો ભાવ થતો રહેવાનો. એટલે દેહલાવણ્ય, ધનવૈભવ, સત્તા, બુદ્ધિચાતુર્ય ઇત્યાદિ પોતાનાં અને સ્વજનોનાં એને ગમવાનાં. એ માટે એ ગૌરવ અનુભવવાનો. મતલબ કે જ્યાં સુધી દેહ સાથેની તાદાભ્ય બુદ્ધિ જીવને રહે અથવા પરદ્રવ્ય માટે આસક્તિ રહે ત્યાં સુધી માનકષાય એનામાંથી જલદી નીકળે નહીં. ત્યાં સુધી મૃદુતારૂપી આત્મગુણ પરિપૂર્ણ સ્વરૂપે ખીલી ન શકે.
જીવ જ્યારે અંતર્મુખ બને, પોતાના ઉપયોગને અંદર વાળે અને અનુભવ કરે કે માર્દવ મારો સ્વભાવ છે, માનકષાય મારો સ્વભાવ નથી, ત્યારે માનકષાય એને નડતો નથી. માન કે અપમાનની કોઈ પ્રતિક્રિયા એનામાં થતી નથી. પરંતુ જીવ જ્યારે પર્યાયમાં ચાલ્યો જાય છે, વિભાવદશામાં આવી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org