________________
૧૮
જિનતત્વ
निरयाऊ उ वहता केवट्टाकुक्कुट मंट बहिरंधा ।
चोरिक्क वसण निहया हुंति नरा भव सहस्सेसु ।। [ચોરને આ ભવમાં ગધેડા પર બેસવાનો વખત આવે, તેની નિંદા થાય અને મરણ પર્યત સૌ કોઈ તેને ધિક્કારે. ચોર લોકો આ ભવમાં એવાં ભયંકર દુ:ખો પામે અને પરભવને વિશે તો નરકગતિ જ પામે.
વળી, તે ચોર પુરુષનો જીવ નરકગતિમાંથી નીકળીને લૂલો, લંગડો, બહેરો, આંધળો થાય. ચોરી કરવારૂપ વ્યસનથી હણાયેલા તે પુરુષો હજારો ભવને વિશે તે રીતે દુ:ખી થાય.] “જ્ઞાનાર્ણવ'માં કહ્યું છે :
विशन्ति नरकं धोरं दुःखज्वालाकरालितं ।
असूत्र नियते मूढाः प्राणिनश्यौर्यचर्विताः ।। [ચોરી કરવાવાળો મૂઢ માણસ દુ:ખરૂપી જ્વાળાથી કરાલ એવા નરકમાં નિશ્ચિતપણે પ્રવેશે છે.]
गणा गौणत्वमायान्ति याति विद्या विडम्बनाम ।।
चौर्यणाऽकीर्तयः पुसां शिरस्यादधते पदम् ।। [ચોરી કરવાથી માણસના સગુણો ગૌણ બની જાય છે, એની વિદ્યાની વિડંબના થાય છે, અને અપકીર્તિ એના માથા ઉપર ચડી બેસે છે.]
ચોરીની સાથે કેટલીક દુવૃત્તિઓ સહજ રીતે સંકળાયેલી હોય છે. બીજાને ત્રાસ આપવો, ભય બતાવવો, નિર્દય થવું, ખૂન કરવું, આગ લગાડવી, પરસ્પર કલેશ ઉત્પન્ન કરાવવો, લોભ, આસક્તિ, અતૃપ્ત વાસના, અપયશ, અનાર્યતા, દિવસ-રાતના કાળની વિષમતા, છળ, પ્રપંચ, ચિંતા, તર્કવિતર્ક, કપટ, ધૂર્તતા, શઠતા, મદિરાપાન, મંત્રતંત્રના પ્રયોગો, સંતોથી વિમુખતા, પાપાચરણની ઉત્તરોત્તર વૃદ્ધિ, અવિશ્વાસ, વૈરવૃદ્ધિ, માંહોમાંહે મારામારી, અને છેવટે મૃત્યુ અને નરકગતિ સુધીની શક્યતાઓ તેમાં રહેલી છે.
ચોરીની શિક્ષા જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી હોય છે. કોઈ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં ચોરી માટે સજા ન હોય. સમાજવ્યવસ્થા માટે તથા ન્યાયતંત્રના પ્રવર્તન માટે ચોરીના અપરાધીને સજા થવી જરૂરી છે. વળી, ચોરી કરનારને લોકો મારતા પણ હોય છે. આથી ચોરી કરનારના મનમાં ભય રહે છે. કેટલાયે માણસો આવા ભયને કારણે ચોરી નથી કરતા. પરંતુ એમ કરતાં કરતાં જ ચોરી કરીને કોઈ વસ્તુ મેળવવા માટેની એમની પ્રીતિ ઘટી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org