________________
અદત્તાદાન-વિરમણ છે. નાનાં બાળકોમાં પણ સારા સંસ્કાર પડ્યા હોય તો પરાઈ વસ્તુ ચોરી લેવાનું કુદરતી રીતે જ એમને મન નહીં થાય.
કેટલાક લોકો ચોરી કરે છે, પણ એ રકમમાંથી સારું દાન પણ આપે છે અને દલીલ કરતાં કહે છે કે, “અમારે સંજોગાનુસાર ચોરી કરવી પડે છે. પણ અમે દાન આપીને કેટલાંયે ગરીબ કુટુંબોનું ભરણપોષણ પણ કરીએ છીએ. અમે જો ચોરી ન કરીએ તો એ કુટુંબોને ભૂખે મરવાનો વખત આવે.” આવી દલીલ કરવી તે નર્યું અજ્ઞાન છે. એમાં માત્ર સ્વબચાવ માટે કુતર્ક રહેલો છે. ન્યાયથી ધન ઉપાર્જન કરવું એ મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. એ જો ચૂક્યા તો પછી બીજી બાબતોમાં ક્યારે મર્યાદા ચૂકી જવાશે તે કહી શકાય નહીં. દાનનું પુણ્ય તો જ્યારે મળશે ત્યારે મળશે, પણ એ પહેલાં ચોરીનું પાપ તો અવશ્ય થાય છે, જે ભોગવ્યા વગર છૂટકો નથી.
ઇરાદાપૂર્વક માણસે ચોરી ન કરી હોય પણ કોઈની પડી ગયેલી કે ભુલાઈ ગયેલી વસ્તુ રસ્તામાંથી જડે તો તે ઉપાડી લેવા માટે માણસનું મન લલચાય છે. આવી બિનવારસી, unclaimed ચીજવસ્તુ પણ પ્રામાણિક માણસે ગ્રહણ ન કરવી જોઈએ. શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં કહ્યું છે :
पतितं विस्मृतं नंष्टं स्थितं स्थापितमाहितम ।
अदत्तं नाददीत स्वं परकीयं क्वचित् सुधीः ।। [પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, નષ્ટ થઈ ગયેલું, ખોવાઈ ગયેલું વગેરે પ્રકારનું, ઘરમાં રહેલું, બીજે ક્યાંક રાખેલું એવું બીજાનું ધન સારી મતિવાળાએ ક્યારેય ન લેવું જોઈએ.] મહાભારતમાં પણ કહ્યું છે :
यावज्जठरं भ्रियते तावत् स्वत्वं हि देहिनाम् ।
अधिकं योऽभिमन्यते सस्तेनो दण्डमर्हति ।। પોતાનું પેટ ભરવાને માટે જેટલું જોઈએ તેટલા ઉપર જ પ્રાણીઓનો અધિકાર (સ્વત્વ) છે. એથી વધારે મેળવવાની જે અભિલાષા કરે છે તે ચોર છે અને તે સજાને પાત્ર છે.
अन्यायप्रभवं वित्तं मा गृहाण कदाचन ।
वरभस्तु तदादाने लाभैवास्तुदूषणम् ।। [અન્યાયથી ઉત્પન્ન થયેલું ધન ક્યારેય મેળવવું નહીં. તે મેળવવામાં ફક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org