________________
૪.
જિનતત્ત્વ
જે સુખ પ્રાપ્ત થાય છે તે સાંયોગિક સુખ હોવાથી તે બાધાસહિત, વિનશ્વર હોય છે. સિદ્ધ દશામાં અસાંયોગિક સુખ હોવાથી તેમાં બાધા થવાનો કોઈ જ સંભવ રહેતો નથી. માટે આ અવ્યાબાધ સુખ સહજ સ્વભાવરૂપ, અનંત હોય છે.
(૪) અનંત ચારિત્ર-મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. દર્શન મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે અને ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં વીતરાગતા (યથાખ્યાત ચારિત્ર)નો ગુણ પ્રગટ થાય છે. આથી સિદ્ધ પરમાત્મા સ્વ-સ્વભાવરૂપ ચારિત્રમાં અનંતકાળને માટે અવસ્થિત રહે છે.
(૫) અક્ષય સ્થિતિ – આયુષ્ય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. સિદ્ધના જીવોને જન્મ, જરા, મૃત્યુ હોતાં નથી. આ ગુણથી અજરામર અવસ્થાની પ્રાપ્તિ થાય છે. અનંતકાળ સુધી તેઓ પોતાની આ શુદ્ધ સ્થિતિમાં રહે છે.
(૬) અરૂપિત્વ – નામકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. નામકર્મનો નાશ થવાથી તેની સથે જોડાયેલાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દનો પણ નાશ થાય છે. આત્મા સર્વ પ્રકારના સ્થૂલ રૂપમાંથી મુક્ત બને છે એટલે કે અરૂપીપણું પ્રાપ્ત કરે છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અતીન્દ્રિય હોય છે. તેઓ નિરંજન અવસ્થામાં હોય છે. આથી જ એક જ સ્થળે સિદ્ધ પરમાત્મા ગમે તેટલી સંખ્યામાં સ્થિતિ કરી શકે છે. તેઓ અરૂપી હોવાથી તેમનું અરૂપીપણું ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવમાં આવી શકતું નથી.
(૭) અગુરુલઘુત્વ – ગોત્ર કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આથી ભારે કે હળવો, ઊંચો કે નીચો ઈત્યાદિ પ્રકારના વ્યવહારથી રહિત એવી અવસ્થા આત્મા પ્રાપ્ત કરે છે. જો ગુરુત્વ રહે તો આત્મા લોઢાના ગોળાની જેમ નીચે પડી જાય અને જો લઘુત્વ રહે તો આકડાના તૂલની જેમ હવામાં ગમે ત્યાં ઊંચે ઊડ્યાં કરે.
-
(૮) અનંત વીર્ય – અંતરાય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આથી આત્મા અનંત શક્તિવંત બને છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એ પાંચ પ્રકારનાં અંતરાય કર્મનો નાશ થતાં આત્મામાં અનંત વીર્યાદિ પાંચ પ્રકારની ક્ષાયિક શક્તિ લબ્ધિ, ઉત્પન્ન થાય છે. એ શક્તિ કેવી છે ? સિદ્ધ પરમાત્મા પોતાની શક્તિથી સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરવા સમર્થ હોય છે. પરંતુ સિદ્ધ પરમાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org