________________
અદત્તાદાન-વિરમણ
જૈન ધર્મમાં સંયમની આરાધના માટે, સમ્યફ આચાર માટે સાધુઓનાં પાંચ મહાવ્રત બતાવવામાં આવ્યાં છે : (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. આ પાંચ મહાવ્રત ગૃહસ્થોએ અમુક અંશે પાળવાનાં હોવાથી તેને અણુવ્રત કહેવામાં આવે છે.
આ પાંચ વ્રતમાં ત્રીજું વ્રત છે અસ્તેય વ્રત અથવા અદત્તાદાન-વિરમણ વ્રત. સ્થૂલ ચોરી ન કરવી એટલી જ વાત નથી. ન આપેલું ગ્રહણ ન કરવું ત્યાં સુધી આ વ્રતના વિષયને વિસ્તારવામાં આવ્યો છે અને એની સૂક્ષ્મ ભાવનાને તો એથી પણ વધુ ઊંચે લઈ જવામાં આવી છે.
વત્તાવાને તેયમ્ | – અદત્તાદાન એટલે ચોરી એવી સામાન્ય વ્યાખ્યા આપવામાં આવે છે, પરંતુ એમાં એથી વિશેષ અર્થ રહેલો છે. “સર્વાર્થસિદ્ધિમાં
કહ્યું છે :
यत्र संक्लेशपरिणामेन प्रवृत्तिस्तत्रस्तेयं भवति, बाह्यवस्तुनो ग्रहणे चाग्रहणे ૨ |
બાહ્ય સ્થૂલ વસ્તુનું ગ્રહણ હોય કે ન હોય, પરંતુ જ્યાં સંકલેશ પરિણામની પ્રવૃત્તિ થતી હોય તે ચોરી છે.
આમ, અસ્તેય કરતાં “અદત્તાદાન વિરમણ' શબ્દમાં વધારે વ્યાપક, ગહન અને સૂક્ષ્મ અર્થ રહેલો છે. દત્ત એટલે આપેલું. અદત્ત એટલે કોઈએ નહીં આપેલું. આદાન એટલે ગ્રહણ કરવું. વિરમણ એટલે અટકવું. આમ, કોઈએ પોતાને નહીં આપેલી એવી વસ્તુનું ગ્રહણ ન કરવું એટલે અદત્તાદાન વિરમણ. વ્રત તરીકે “અચૌર્ય” કે “અસ્તેય' શબ્દ કરતાં “અદત્તાદાન વિરમણ' શબ્દ વધારે ગંભીર અને ગૌરવવાળો છે અને સાધકને માટે તો એ જ શબ્દ વધુ ઉચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org