________________
અગિયાર ઉપાસક – પ્રતિમાઓ
૨૩૯ વ્યક્તિ પોતાની નિષ્ઠા અને શ્રદ્ધા અનુસાર પોતાની સામાચારીને અનુસરે તે સ્વાભાવિક છે. પરંતુ આ સામાચારી સાચવવા સાથે સામાયિકના હાર્દ સુધી પહોંચવું એ મહત્ત્વનું છે. સામાયિક કરવાથી પોતાનામાં કેટલો સમભાવ આવ્યો, સમતા આવી અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું પ્રમાણ કેટલું ઓછું થયું તે જોવું એ મહત્ત્વનું છે.
ચોથી પૌષધ પ્રતિમા દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિએ અને શ્રી હેમચંદ્રાચાર્યે પૌષધ પ્રતિમાને ચોથી પ્રતિમા તરીકે બતાવી છે. કહ્યું છે :
अट्ठमी माइ पब्बेसु सम्मं पोसहपालण ।
सेसाणुट्ठाण जुत्तस्स चउत्थी पडिमा इमा ।। [ પૂર્વની પ્રતિમાઓમાં જણાવેલાં અનુષ્ઠાનોથી યુક્ત શ્રાવકે અષ્ટમી વગેરે પર્વોમાં સમ્યક રીતિએ પૌષધ વ્રતનું પાલન કરવું તે ચોથી પૌષધ પ્રતિમા છે. ]
આ પ્રતિમાધારકે આગળની પ્રતિમાઓ ધારણ કરવા સાથે આ પ્રતિમા ચાર માસ સુધી ધારણ કરવાની હોય છે. આ પ્રતિમાધારકે અષ્ટમી, ચતુર્દશી વગેરે પર્વ તિથિએ એટલે મહિનામાં ઓછામાં ઓછાં ચાર પૌષધ કરવાનાં હોય છે. શ્રત અને ચારિત્રની જેનાથી પુષ્ટિ થાય તે પૌષધ કહેવાય. પૌષધમાં ઉપવાસ કરવાનો હોય છે તથા આવશ્યક ધર્મક્રિયાઓ દોષરહિત કરવાની હોય છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં લીન બનવાનું હોય છે. અને એક દિવસનું સાધુજીવન જેવું જીવન જીવવાનું હોય છે. (અપવાદરૂપ સંજોગોમાં ગુરુ ભગવંતની આજ્ઞાનુસાર ફક્ત અડધા દિવસનો એટલે કે ચાર પ્રહરનો પૌષધ પણ થાય છે.)
દિગંબર પરંપરામાં પણ ચોથી પ્રતિમા તે પૌષધ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે :
પ્રથમહિ સામાયિક દશા, ચાર પહર લોં હોય, અથવા આઠ પહર રહે, પૌષધ પ્રતિમા સોય.
પાંચમી કાયોત્સર્ગ પ્રતિમા પાંચમી પ્રતિમા “ડિમા' અર્થાત્ કાયોત્સર્ગ (કાઉસગ્ગ)ની છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org