________________
૧૧૩
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ગાય કે હાથી અનાયાસ અચાનક ન આવતાં હોય, પણ કોઈ સ્વજને કે મિત્રે એવી ગોઠવણ કરી રાખી હોય અથવા પોતે જાતે એવી ગોઠવણ કરાવી હોય કે બરાબર તે જ વખતે સામેથી ગાય કે હાથી લઈ આવવામાં આવે અને પોતાને સારાં શુકન થયાં એમ માણસ માને અને મનાવે તેવું પણ બનતું આવ્યું છે. આવી પણ જ્યારે શક્યતા ન હોય ત્યારે ફોટા કે ચિત્રમાં ગાય કે હાથી કે અન્ય મંગલ વસ્તુનાં દર્શન કરી માણસ સંતોષ મેળવે છે અને પ્રસ્થાન કરે છે. શુભ મંગળ શુકન માટે દરેક માણસની શ્રદ્ધા એકસરખી ન હોય. કોઈક શ્રદ્ધાળુઓ ભગવાનના કે દેવદેવીના કે પોતાના વડીલો કે સ્વજનોના ફોટાનાં દર્શન કરે છે. ક્યારેક ફોટો કે આકૃતિ ન હોય ત્યારે તેમના નામનો જયજયકાર ઉચ્ચારાય છે.
શુભ પ્રસંગ કે શુભ કાર્યની વાત ન હોય તો પણ કેટલાક લોકોને ત્યાં મંગળ આકૃતિઓનું રોજેરોજ સવારના ઊઠીને કે અન્ય સમયે નિયમિત દર્શન કરવાનો રિવાજ હોય છે કે જેથી દિવસ સારો જાય. મહાભારતના દ્રોણપર્વતમાં લખ્યું છે કે રાજ દરબારમાં જતાં પહેલાં મહારાજા યુધિષ્ઠિર સ્વસ્તિક, વર્ધમાન, નંદ્યાવર્ત, જળપૂર્ણ કુંભ, અગ્નિ, માળી, હાર, કુંકુમ, દહીં, ઘી, મધ, માલા, કન્યા વગેરે માંગલિક દ્રવ્યોનાં કે વ્યક્તિનાં દર્શન કરી લેતા.
જુદા જુદા વારે કોઈ જુદી જુદી વસ્તુ મંગલરૂપ ગણાય છે. એને માટે એક લોકોક્તિ પ્રચલિત છે :
રવિ તાંબૂલ, સોમે દર્પણ, મંગળે ધાણા ધરણીનંદન, બુધે ગોળ, ગુરુએ રાઈ, શુક્રવારે સરસવ ખાઈ,
શનિવારે વાવડિંગા ચાવે તો કાળ કદી ઘેર ના આવે. લોકજીવનમાં આવી વિવિધ પ્રકારની માન્યતાઓ રહેલી છે. ક્યાંક એની સાથે ધર્મને સાંકળવામાં પણ આવ્યો છે.
મંગળ' શબ્દનો સાદો અર્થ થાય છે શુભ, પવિત્ર, પાપરહિત, વિધ્વરહિત. “મંગળ' શબ્દમાં મં, ગ અને લ એ ત્રણ અક્ષરો છે. એ અક્ષરોને અનુલક્ષીને ‘મંગળ’ શબ્દના જુદી જુદી રીતે અર્થ કરાય છે.
મંગલ અથવા માંગલ્ય શબ્દ જુદી જુદી રીતે વ્યુત્પન્ન કરવામાં આવ્યો છે. એ શબ્દમાં “મ”, “મા”, “ગલ', “માલ” જેવા શબ્દો રહેલા બતાવવામાં આવે છે અને તે પ્રમાણે અર્થઘટન કરવામાં આવે છે. આવી ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓમાંથી નીચેની કેટલીક વ્યાખ્યાઓ જુઓ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org