________________
દસમો ગ્રહ પરિગ્રહ
૧૭૧ ત્યારે પરિગ્રહ ઓછો કરવાની કે બિલકુલ ન રાખવાની ભલામણ કરવી એ શું અસંગત નથી ? રહેવાની, ખાવાપીવાની, ન્હાવા ધોવાની, હરવાફરવાની, શાળા કોલેજોની, હૉસ્પિટલોની, મનોરંજનનાં સાધનો અને સ્થળોની કેટલીક બધી સુવિધા ઉત્તરોત્તર વધતી જાય છે ! માનવજાત આ પ્રમાણે જે કરે છે તે શું ખોટું કરે છે ? આવા આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે.
આ પ્રશ્નોના ઉત્તર જુદી જુદી અપેક્ષાએ વિચારવાના રહે છે. જે લોકો પૂર્વજન્મ કે પુનર્જન્મમાં માનતા નથી અથવા આત્મા જેવા તત્ત્વમાં જ માનતા નથી અને પોતાને મળેલા જીવનને માત્ર ઐહિક દૃષ્ટિથી કષ્ટરહિત તથા સુવિધાવાળું અને ઈન્દ્રિયાર્થ સુખભોગવાળું બનાવવામાં માને છે તેવા લોકોને તો પરિગ્રહમાં સુખ છે એવી માન્યતા જ સાચી અને યોગ્ય લાગવાની.
કેવળ સામાજિક અને સાંસારિક દૃષ્ટિથી શારીરિક કષ્ટ વિનાના સગવડતાભર્યા જીવનનો વિચાર કરનારાઓનો અભિગમ પણ જુદો રહેવાનો. પરંતુ ધાર્મિક અને નૈતિક દૃષ્ટિથી વિચારનારાઓનું દૃષ્ટિબિંદુ તેનાથી થોડું અલગ રહેવાનું અને જેઓએ સંસારના સ્વરૂપનું, જડ અને ચેતનના ભેદનું, જીવની અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું શ્રદ્ધાપૂર્વક ચિંતનમનન અને અનુભાવન કર્યું છે તેઓનું પરિગ્રહ વિશેનું દૃષ્ટિબિંદુ તદ્દન અનોખું રહેવાનું. જૈન ધર્મે અપરિગ્રહ તથા પરિગ્રહ-પરિમાણ ઉપર જે ભાર મૂક્યો છે તે આ આધ્યાત્મિક દૃષ્ટિએ જ છે. અલબત્ત એથી વૈયક્તિક અને સામુદાયિક સ્તરે, સમાજિક દૃષ્ટિએ પણ લાભ તો રહેલો જ છે.
સામાજિક દૃષ્ટિએ વિચારીએ તો પરિગ્રહની વૃદ્ધિથી જો સમાજમાં આર્થિક અસમાનતા Economic Disparity આવે તો પ્રજાનો એક વર્ગ અમનચમન કરતો રહે અને બીજો વર્ગ કચડાતો, શોષાતો રહે. જે વર્ગનું શોષણ થાય તે વર્ગની પ્રતિક્રિયા થયા વગર ન રહે. જ્યાં આર્થિક ભેદભાવ હોય ત્યાં સામાજિક ભેદભાવ આવ્યા વગર ન રહે. આર્થિક તનાવને કારણે વર્ગવિગ્રહ 414. social discrimination may lead to social conflict. qull 4tzinft એ એક પ્રકારની શક્તિ છે. તે બીજાને દબાવવામાં, દબડાવવામાં, શોષણ કરવામાં, પરાધીન બનાવવામાં વપરાયા વગર રહેતી નથી. આર્થિક સત્તા રાજદ્વારી સત્તાને ખેંચી લાવે છે. એક વ્યક્તિ, પ્રજાનો એક વર્ગ, એક સમાજ કે એક રાષ્ટ્ર આર્થિક રીતે અત્યંત સબળ બનતાં નિર્બળ ઉપર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે. economic power brings political
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org